તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાંબુઘોડા અભ્યારણમાં વન-પર્યાવરણને નુકશાન કરવાનું ષડયંત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાંબુઘોડા અભ્યારણમાં વેસ્ટ કેમિકલનો નિકાલ કરી વન અને પર્યાવરણને નુકશાન પહોંચાડવાના પ્રકરણ ની તપાસ ચાલૂ છે. ત્યારે ખાખરીઆ ગામ ના એક સર્વે નંબર માં ફેંકી દેવાયેલા કેમિકલના બેરલોનો મોટો જથ્થો મળ્યો છે.

જાંબુઘોડા અભયારણ્યમાં એક માસ અગાઉ વેસ્ટ કેમિકલનો નિકાલ ઝડપાયો હતો જેની તપાસ દરમિયાન પાંચની અટક કરી જેલ માં મોકલવામાં આવ્યા છે. જેમાં હજી અનેક નામો ખુલવાની સંભાવનાઓ છે ત્યારે આવા કેમિકલ નો વધુ એક વિપુલ જથ્થો મળી આવ્યો છે, ખાખરીઆની કેનાલ નજીક મણિભદ્ર પાંજરાપોળની પાછળ જંગલ વિસ્તારને અડીને આવેલા એક માલીકી સર્વે નંબર માં કેમિકલ ભરેલા 86 બેરલો ફેંકી દેવાયેલી હાલત માં પડેલા મળી આવ્યા છે, બેરલો હાઇડ્રોલિક કરી ફેંકી દેવામાં આવ્યા છે, જેનાથી 50 જેટલા બેરલ સીલબંધ છે અને

...અનુ. પાન. નં. 2

પંચ તંત્ર
એક માસ અગાઉ વેસ્ટ કેમિકલનો નિકાલ થતો ઝડપાઇ ગયો હતો
ખાખરીઆમાં કેમિકલના બેરલોનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. તસવીર મકસુદ મલીક

અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી કેમિકલના નમૂના એકત્ર કર્યા
કાવતરામાં ષડયંત્રકારની ભૂમિકા ભજવનારની ધરપકડ કરી છે
જાંબુઘોડા અભ્યારણમાં દુષિત કેમિકલ ખાલી કરવાના બનાવમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની રિમાન્ડ દરમિયાન મુખ્ય ષડયંત્રકાર વડોદરાના નવાયાર્ડના શાહઆલમની પુછપરછમાં કેમિકલ ઢોળવાની મોડી રાત્રે જાંબુઘોડાના કલ્પેશ પંચોલી નામના ઇસમે અવાવરૂ જગ્યા બતાવી હતી. અને જગ્યા બતાવવા મોડીરાત્રે કલ્પેશ તેની ફોર વ્હીલર ગાડી લઇને આવ્યો હતો. આ જગ્યા બતાવવા માટે શાહઆલમે રૂ.5 હજાર આપ્યા હતા. તેની સોમવારના રોજ શિવરાજપુર ખાતે કાવતરામાં ષડયંત્ર તરીકે ભૂમિકા કરી હોય તેવી વિધિવત ધરપકડ કરવામાં આવી છે. ફિરોજ ખત્રી, આરએફઓ શિવરાજપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો