તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદમાં કૉંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદ વિધાનસભા કોગ્રેસ પરિવાર દ્વારા સંગઠન વધુ મજબૂત બને અને પ્રજા સાથે સીધો સમ્પર્ક સ્થાપવાના આશયથી ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર પર ચાબમાં મારતા જણાવ્યું કે કોગ્રેસ પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીઓમાં લોકોની વાતો કરશે. ગુજરાત બહારની ખોટી અને વાહિયાત ચર્ચાઓ તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં નહિ થાય. ગુજરાતમાં દરરોજ બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અને સરકાર નિર્દોષ લોકો પર લાઠી ચાર્જ કરે છે અને ગુંડાઓ ખુલ્લેઆમ ગુનાઓ કરી રહ્યા છે. છતાં સરકારના પેટનું પાણી નથી હલતું, કોંગ્રેસ પાર્ટી મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે. આપણે બધાને સાથે મળી કોંગ્રેસને વધુ મજબૂત કરવાની છે. આ કાર્યક્રમમાં અમિત ચાવડા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિતના નેતાઓએ કાર્યકરોને સંબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં તાલુકા અને શહેર કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો