તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વસેવા કરનારાથી છૂટકારો મેળવશે તો જ કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશના બંધારણ, મૂલ્યો પ્રત્યેની શ્રધ્ધા, વફાદારી દર્શાવવા બાપુના શાંતિ-એકતાના મહિમાના સંદેશ સાથે દાંડી પદયાત્રા યોજી છે. તેમ ખેડા જિલ્લાના માતર ગામે દાંડી કૂચ-યાત્રાના પ્રવેશ દરમિયાન ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જણાવ્યું હતુ. સને 1930 માં પૂ.બાપુએ જે રૂટ ઉપર દાંડીયાત્રા યોજી હતી. એ જ રૂટ પર તેઓ ચાલી રહ્યાં છે.

તુષાર ગાંધીએ કહ્યું કે, તેઓ મૂળ કોંગ્રેસી છે, કોંગ્રેસ એક વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારામાં માનતા હોય તેઓએ પક્ષને પાછો પગભર કરવાની જવાબદારી લેવી પડશે. કોંગ્રેસે પણ પ્રજા પ્રત્યેની પોતાની ફરજ અને દ્રષ્ટિ તરફ ફરીથી પાછા વળવું પડશે. સ્વસેવા કરતાં નેતાઓથી છૂટકારો મેળવવો પડશે, તો જ કોંગ્રેસ લોકોનો વિશ્વાસ પાછો મેળવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે, વર્તમાનમાં વિઘટનકારી તત્વો સક્રિય થયા છે. તેમની આ પદયાત્રામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ સહિત દેશ વિદેશના 12 પદયાત્રી જોડાયા છે.

નવાગામમાં પદયાત્રીઓનું સામૈયું કરાયું

અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા જે તુષાર ગાંધીની આગેવાનીમાં અમદાવાદ ગાંધી આશ્રમ થી નીકળી ને દાંડી જવા રવાના થયી છે. ખેડાના નવાગામ ખાતે સાંજે આવી પહોંચી હતી. આ દાંડી યાત્રીઓનું નવાગામના આગેવાનો દ્વ્રારા કલમબંધી વિદ્યાલય ખાતે ઠોલ નગારા સાથે સામૈયું કરાયુ હતું. પદયાત્રીઓ દ્વ્રારા ગાંધીજીની પ્રતિમા આગળ બેસી ને રાતે 6.45 વાગે પ્રાર્થના સ્તુતિ કરી હતી. બાદમાં નવાગામમાં બાપુ જ્યા રહેલા તે જૂની ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાત્રી ભોજન લઈ રાતે ગાંધીજી ઉપર બાળકો દ્વ્રારા ગાંધીજી ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમ નવાગામમાં રાત્રી રોકાણ બાદ સવારે વહેલા 7.30 વાગે પદયાત્રી ઓ નવાગામથી ભેરઈ ઢઠાલ ગોવિંદપુરા ઉપર થી વાસણા બુજર્ગ 11.15 વાગે પહોંચ્યા હતાં. સાંજે 4.30 વાગે ત્યાં થી રવાના થયી ને માતર ગાંધી આશ્રમ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ રવિવારે સવારે નડિયાદ જવા માટે રવાના થશે.

અમેરિકા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ સહિત દેશ-વિદેશના 12 પદયાત્રી દાંડીયાત્રામાં જોડાયા

ખેડા જિલ્લાના માતરમાં દાંડી યાત્રાનો પ્રવેશ : બાપુના માર્ગ પર પ્રપૌત્ર નીકળ્યાં

15 વર્ષ પછી પણ વાત્રક નદી પર પુલ બન્યો નથી

વર્ષ 2005 માં 75મી દાંડીયાત્રા દરમિયાન દાંડીયાત્રા તેમના દ્વારા યોજવામાં આવી હતી તેમ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જણાવી ઉમેર્યું કે, જે તે વખતે વાત્રક નદી ઉપર પુલ નહીં હોવાના લીધે યાત્રિકોએ વાત્રક નદીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતુ. ત્યારબાદના 15 વર્ષ પછી પણ વાત્રક નદી પર પુલ બનાવાયો નથી. તેથી આ વખતે પણ નદીના પાણીમાંથી પદયાત્રીઓને પસાર થવું પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો