તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસી સમજી લે કે ચોકીદાર ચોર નહીં પણ સ્યોર છે: CM

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભ્રષ્ટ્રાચારી કોંગ્રેસનાં એક ડઝન ઉપરાંતનાં નેતાઓ જામીન પર છે. રાહુલબાબા અને સોનિયા ગાંધી પણ જામીન પર જ છેનું નિવેદન આજરોજ ડભોઇ ખાતે કૌમુદી સોસાયટીનાં મેદાનમાં છોટાઉદેપુર લોકસભાની બેઠકના પ્રચારમાં આવેલાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું. છોટાઉદેપુર લોકસભાનાં ભાજપાનાં ઉમેદવાર ગીતાબેન રાઠવાનાં ચૂંટણી પ્રચાર અર્થે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે ડભોઇ ખાતે આવી પહોંચ્યાં હતાં. હજારોની જન મેદનીને સંબોધતાં તેઓએ જણાવ્યું નહતું કે આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરોની જમાત વચ્ચેની ચૂંટણી છે. કોંગ્રેસને ક્યાંક ચા વાળા ખુચે તો ક્યાંક ચોકીદારો પરંતું કોંગ્રેસ સમજી લે કે ચોકીદાર ચોર નહીં પણ સ્યોર છે. આ કોંગ્રેસીઓને ચોકીદારની મજાક કરવાની ભારે પડી ગઇ છે. આ ચોરોની જમાતે જ દેશને લૂંટી લીધો છે. લાલુએ ઘાસચારો, માયાવતી, અખિલેશ, રાહુલબાબા મનમોહન સિંહની જમાતે હવા, પાતાળ, કોલસા, રમતગમત તમામ ક્ષેત્રે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...