તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદના કોંગ્રેસના શહેર પ્રમુખ ભાજપમાં જોડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારના રોજ ઝાલોદ કોંગ્રેસના પ્રમુખ કાર્યકરોની સાથે ભાજપમાં જોડાયા હતાં. થેરકા ગામમાં ભાજપની સભામાં ભાજપનો ખેસ ધારણ કરાયા હતાં.

દાહોદ લોકસભાની ચૂંટણીને લઈ હાલમાં ભાજપ-કોંગ્રેસમાં ભારે રાજકીય ગરમાવો છે. ત્યારે મંગળવારના દિવસે ઝાલોદ તાલુકાનાં થેરકા ખાતે ભાજપની સભામાં ઝાલોદ નગરના કોંગ્રેસ શહેર પ્રમુખ મુકેશ વસૈયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો હતો.

જસવંતસિંહ ભાભોરે પ્રમુખ સહિતના સમર્થકોને ભાજપનો ખેસ ધારણ કરીને આવકાર આપીને સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...