Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાડા ગામના કોંગ્રેસ અગ્રણી ભલાભાઇ પગી નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર
શહેરા તાલુકાના નાડા ગામના કોગ્રેસના અગ્રણી રંગીતભાઇ ઉફર્ે ભલાભાઇ પગી ચાર માર્ચે વાહેલી સવારે ગુમ થયા હતા. તેઅો ગુમ થતાં પહેલા સુસાઇટનોટ લખીને ગયા હોવાથી સુસાઇટ નોટને લઇને હંગામો મચ્યો હતો.ભલાભાઇ પગીઅે સુસાઇટ નોટમાં અાક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય સહીત સરકારી અધીકારીઅો દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસથી કટાંળીને અાત્મહત્યા કરવા જઇ રહ્યો હોવાનુ| જણાવ્યુ| હતું. ભલાભાઇ પગી ગુમ થતાં શહેરા તાલુકામાં રાજકારણ ગરમાર્યુ| હતુ|. કોગ્રેસ અાગેવાનો દ્વારા અાવેદનપત્રો અાપીને કાયર્વાહી કરવાની માંગ ઉઠી હતી. જયારે ધારાસભ્યના સમર્થકોઅે રેલી કાઢીને કલેકટર તથા અેસડીઅેમને અાવેદન અાપીને અાક્ષેપ ખોટા હોવાની રજુઅાત કરી હતી. ગુમ થતાં પોલીસવડાઅે ભલાભાઇ પગીને શોધવા તપાસ અેલસીબી પોલીસને સોપીં હતી. પોલીસની વિવિધ ટીમો પંચમહાલ જિલ્લો ખોંદી નાખ્યો હતો.તેમ છતાં પોલીસને ભલાભાઇનો પત્તો મળ્યો ન હતો. ત્યારે શુક્રવારે ભલાભાઇ મધ્યપ્રદેશથી ટ્રેન દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા. ગોધરા રેલ્વે સ્ટેશનથી ભલાભાઇ પગીઅે ડીવાયઅેસપીને કરીને ફોન કરીને પોલીસ સમક્ષ હાજર થતાં
સમગ્ર મામલાનો નાટકીય અંત અાવ્યો હતો. રંગીતભાઇ પગી હેમખેમ પરત ફરતાં ધારાસભ્ય સહિત અધીકારીએ હાશકારો અનુભવ્યો હતો.
મને હેરાન કરનાર સામે કાર્યવાહી થાય
અધિકારીઅોઅે મને ખોટો કારણે હેરાન કરી ખોટા કેસોમાં ફસાવ્યો હતો. અને ધારાસભ્યે વેરવૃતિ રાખીને હેરાન કરતાં હું ચાર માર્ચે સવારે ચાર વાગે ધરેથી જતો રહ્યો હતો. મધ્યપ્રદેશના માંલવાગામે મિત્રને ત્યાં રોકાયો હતો.પણ હોળીના દિવસે બેરી છોકરાઅોની યાદ અાવતાં શુકવારે સવારે 11 વાગે ગોધરા રેલ્વે સ્ટેશને પહોચીને ડીવાયઅેસપીને ફોન કર્યો હતો. મને હેરાન કરનાર વિરુદ્ધ કાયર્વાહીની માંગ છે.>રંગીતભાઇ પગી
વિધાનસભામાં ગુમનો મુદ્દાે ઊઠયો હતો
નાડાના કોગ્રેસ અગ્રણી ગુમ થતાં રાજકારણ ગરમાતાં વિધાનસભામાં ગુમ થયાનો મુદ્દા ઉઠયો હતો. કોગ્રેસના અગ્રણીઅોઅે મુદ્દાને ઝડપીને સુસાઇટ નોટના અાક્ષેપોની તપાસની માંગ કરીને પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. રંગીતભાઇ પગી પરત થતાં શહેરા તાલુકામાં ચાલતાં રાજકારણનો અંત અાવ્યો હતો.સાૈપ્રથમ દિવ્યભાસ્કરે મધ્યપ્રદેશમાં હોવાની અંદાજ સેવ્યો હતો. જે સાચો પડયો અને રંગીતભાઇ પગી પોતે મધ્યપ્રદેશ હોવાનો ખુલાશો કર્યો હતો.
અગ્રણી ગુમ થયાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો
સુસાઇડ નોટમાં ધારાસભ્ય સહિત અધિકારીઅો પર હેરાનગતિના અાક્ષેપ : કોગ્રેસ અગ્રણીને શોધવા પોલીસે ટીમો બનાવી પણ જાતે હાજર થયા
ગુમ થયેલ કોંગ્રેસ અગ્રણી મધ્યપ્રદેશના માંલવા ગામે રોકાયા હતા, પરિવારની યાદ અાવતાં પરત ફર્યા : રંગીતભાઇ પગી