તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેવડી ઋતુના કારણે બોડેલીમાં ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય તાલુકા મથક બોડેલી વિસ્તારમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો નાથવા અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

અત્યારે વરસાદ લંબાયો છે. ક્યારેક ઉઘાડ તો ક્યારેક વરસાદી માહોલ સાથે બેવડી ઋતુ અનુભવાય છે. તેથી વાઇરલ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વળી વરસાદના કારણે કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય બોડેલી અલીપુરા ઢોકલીયા ચાચક વિસ્તારમાં ઠેરઠેર જોવા મળી રહ્યું છે. ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના લીધે હાલ નાના મોટા હોસ્પિટલોમાં ડેન્ગ્યૂનાં કેસો નોંધાયા છે. બોડેલી જમનાપાર્ક સોસાયટીની એક યુવતી અને એક યુવકને ડેન્ગ્યૂનો તાવ આવતા હોસ્પિટલાઈઝડ કરી છે. આવા અનેક ડેન્ગ્યૂના દર્દીઓ વિવિધ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. છતાં આરોગ્ય તંત્ર ઠોસ પગલાં ભરતું નથી. માત્ર સ્વચ્છતા મિશન અંતર્ગત રેલીઓ કરવાથી કશું થવાનું નથી. તેવું લોકોમાં ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...