તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો આવતાં તુવેર વેચવા નોંધણી કરાવેલા ખેડૂતોમાં ચિંતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાતાવરણમાં પલટો આવતા તુવેર ટેકાના ભાવે વેચવા નોંધણી કરાવેલા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. તાલુકામાં 1103 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા નોંધણી કરાવી છે. તુવેર ટેકાના ભાવે ખરીદી માટેની અંતિમ તારીખ 30 માર્ચ છે. જેને લંબાવવા માટેની માગ ખેડૂતો કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટે 1444 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તા.13મી માર્ચના રોજથી સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ખાતે તુવેર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષ ચોમાસાની મોસમ લાંબી ચાલી હોવાથી ખેડૂતો દ્વારા તુવેરની વાવણી પણ મોડી શરૂ કરાઇ હતી. જેના કારણે તુવેરનો પાક મોડો આવે એવી શક્યતા હતી.

હાલમાં તુવેરની આવક શરૂ થઇ જ હતી ત્યાં તો વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું છે. તાપમાનનો પારો ગગડીને 18 ડિગ્રી સેલ્શીયસ સુધી શુક્રવારે પહોંચી ગયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી તુવેર સુકાતા વાર લાગે એમ છે. તુવેર ટેકાના ભાવે વેચવાની અંતિમ તારીખ 30 માર્ચ છે.

...અનુસંધાન પાના નં.2

વાતાવરણમાં ઠંડકના કારણે તુવેર સુકાતાં વાર લાગે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો