તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારોલીયાના ખેડૂતે અપનાવી કમ્પ્યુટરાઈઝ્ડ હાઈટેક ખેતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરના બારોલીયાના પ્રગતિશીલ ખેડૂતે સાડા સાત એકર જમીનને કોમ્યુટરાઈઝડ સમતળ કરવાની સાથે અંડરગ્રાઉન્ડ ડ્રિપ સિસ્ટમ અપનાવી લાંબા ગાળાની હાઈટેક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. છોડની એક સરખી વૃદ્ધિ અને દર વર્ષે સમય, નાણાં અને ડ્રિપ પદ્ધતિને નુકશાનથી બચાવી મબલખ પાક ઉત્પાદનના આયોજનની આ હાઈટેક ટેકનીક ખેડૂતે અપનાવી છે.

ધરમપુરના બારોલીયા ગામના શિક્ષિત યુવા ધનેશ ચૌધરીએ સાડા સાત એકર જમીનમાં હાઈટેક જમીન સમતળ અને અંડર ગ્રાઉન્ડ ડ્રિપ પદ્ધતિ લગાવી સમગ્ર વર્ષ દરમ્યાન ડાંગરની ખેતી, લીલા મરચા, ભીંડા, રીંગણ, હળદર, સુરણ સહિતના સિઝનેબલ પાકની ખેતીનું આયોજન કર્યું છે. સાથે આ પૈકી પાંચ એકરમાં 500 આંબા કલમ નાખી ભવિષ્યની આવક સુનિશ્રિત કરી છે. જોકે આ વર્ષે પાછોતરા વરસાદ અને ઈયળના ઉપદ્રવને લઈ ઉભા પાક સહિત કાપણી થયેલા પાકમાં ભારે નુકશાનને લઈ આર્થિક માર પડ્યો હોવાની કેફિયત ધનેશ ચૌધરીએ વર્ણવી હતી. સાથે ભવિષ્યમાં આ હાઈટેક ખેતી થકી મબલખ ખેત ઉત્પાદનના સથવારે આર્થિક ફાયદાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

કોમ્પ્યુટરાઈઝડ જમીન લેવલ કરવાથી થતો ફાયદો
કોમ્પ્યુટરાઈઝડ જમીન લેવલથી છોડમાં એક સરખું ખાતર, પાણી મળવાથી તમામ છોડની વૃદ્ધિ એકસરખી થાય છે. સાથે દર વર્ષે વરસાદી પાણી પણ જમીનમાં એક સરખું જમા થાય છે. જેની સામે ઊંચી નીચી જમીનમાં પાણી,ખાતર ખાડામાં જમા થવાથી અમુક છોડની વૃદ્ધિ થતી હોય છે.

અંડર ગ્રાઉન્ડ ડ્રીપ સિસ્ટમના ફાયદા
દર વર્ષે ખેડાણ સમયે લાઈન ઉચકવાની જરૂર પડતી નથી.

પ્લાઉ, કલ્ટીવેટર મારી શકાય.

અંડરગ્રાઉન્ડ લાઈનમાં સડો લાગતો નથી. ઉંદર લાઈનને કતરી નહીં શકે. આગ જેવી ઘટનામાં પણ લાઈનને નુકશાન થતું નથી.

મજૂરીમાં બચાવ.

અન્ય સમાચારો પણ છે...