ધોળકા તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટી સામે ફરિયાદ કરાઇ

Dholka News - complaint was made against the dholka taluka primary teachers society 062611

DivyaBhaskar News Network

Nov 17, 2019, 06:26 AM IST
ધી ધોળકા બાવળા તાલુકા અનુ જાતિ પ્રાયમરી ટીચર્સ ક્રેડીટ કો.સોસાયટી સામે જિલ્લા રજીસ્ટારમાં ફરિયાદ કરવામા આવી છે.

ભૂતકાળમાં ધોળકા બાવળા તાલુકા શિક્ષક શરાફી મંડળીમાં ઉચાપતના કારણે ગેરવહીવટ વધતા મંડળીમાં વહીવટદાર નિમાયા છે. તાજેતરમાં ઘણા બધા કરજદાર શિક્ષકોને વહીવટદાર દ્વારા કરજ ભરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. તે પૈકીની નવી મંજૂરી મેળવી બનેલી અનુજાતિ શિક્ષકોની આ મંડળીમાં ઘણા બધા કરજદારો છે. બોડી બનાવી વહીવટ કરે છે.અનુજાતિના આ મંડળીના સભાસદને વહીવટમાં કંઈક રંધાયા હોવાનું જાણમાં આવતા ચેરમેન અને સેક્રેટરી પાસે મંડળીના બંધારણની કોપી માંગતા આપવામાં આવી ન હતી. જેથી સભાસદે લેખિતમાં અરજી દ્વારા માંગણી કરી હતી. પણ હોદ્દેદારોએ અરજી સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. સભાસદને આવી રીતે માનસિક હેરાન પરેશાન કરી સભાસદના હક્કથી વંચિત રાખવામા આવે છે. માટે સભાસદે જિલ્લા રજિસ્ટાર ચેતનભાઈ પરમારને આ મંડળી વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવા માટે અરજી કરી છે.

X
Dholka News - complaint was made against the dholka taluka primary teachers society 062611

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી