તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના મેસરી નદીના ધસમાં જુગાર રમતાં 5 વિરુદ્ધ ફરીયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની બી ડીવીઝન પોલીસે સાતપુલ પાસેની નદીના ધસમાં જુગાર ધામ પર છાપો મારીને 3 જુગારીઓને પકડી પાડયા હતા. જયારે બે જુગારીઓ નાસી ગયા હતા. પોલીસે ગુનો નોઘીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, ગોધરાના સાતપુલ મુસ્લીમ સોસાયટીની પાસેની મેસરી નદીના ધસમાં ખુલ્લામાં હારજીતનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આઘારે ગોધરા બી ડીવીઝન પોલીસ ને મળી હતી. બાતમીનાઆઘારે બી ડીવીઝન પોલીસે નદીના ધસમાં દરોડો પાડતાં અફરા તફરી મચી ગઇ હતી. પોલીસના દરોડામાં ફેસલ હુસેન ઢેસલી, અબ્દુલ હકીમ મહોમંદ ઢોલકી તથા નિસાર અબ્દુલ મજીદ પાના પત્તાનો હારજીતનો જુગાર રમતાં પકડાઇ ગયા હતા.

જયારે મેહબુબ ડુંગળી અને સિકન્દર અબ્દુલ રહીમ ઉર્ફૈ સિકદંર બોબડીયો નાસી જવામાં સફળ થયા હતા. પોલીસે 4450 રૂનો જુગારનો મુદ્દામાલ કબજે કરીને જુગારીઓ વિરુદ્ધ ગોધરાના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધીંને કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...