તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંબોઈમાં સાસુ-સસરાને લાકડીથી ફટકારનાર જમાઈ વિરુદ્ધ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંબોઈ ચોકડી પાસે જમાઈ એ સાસુ-સસરાને તમારી છોકરીને મારા ઘરે કેમ મુકવા આવતા નથી. તેવું જણાવી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી હતી. લીમખેડાના ટુટાઘાટી ગામમાં રહેતા રમેશ રૂપસિંહ ભુરીયા તથા તેમની પત્ની સેનબેન દાહોદ થી બાઈક ઉપર પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન કંબોઈ ચોકડી પાસે તેમનો જમાઈ વિનોદ બામણીયા તથા તેનો મિત્ર મળતા રમેશભાઈ એ પોતાની બાઇક થોભાવી હતી. ત્યારે વિનોદ બામણીયાએ તેના સાસુ સસરા ને તમે તમારી છોકરીને મારા ઘરે કેમ મુકવા આવતા નથી. તેવું જણાવી બીભત્સ ગાળો ભાંડી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈ વિનોદ તથા તેના મિત્રએ રમેશભાઈ તથા તેમની પત્ની સેનબેન ને લાકડી મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. રમેશભાઈ ભુરીયા એ તેના જમાઈ વિનોદ બામણીયા તથા તેના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો