છોટાઉદેપુરની પ્રજા ડહોળું પાણી પીવા મજબૂર
છોટાઉદેપુર ઓરસંગ નદી આધારીત ચાલતા નગરપાલિકાના વોટરવર્ક્સમાં હવે તળિયા આવી ગયા છે. થોડું ઘણું પાણી કૂવામાં એકત્રિત થાય પરંતુ તેની આસપાસ રેતી ખનન થતાં પાણી ગળાઇને આવતું નથી. ડહોળું પાણી પ્રજાના ભાગે આવી રહ્યું છે. આ પાણીથી રોગચાળો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે.
અધિકારીઓ જાણે છે કે 40 હજારની વસ્તીને ઓરસંગ નદી આધારીત કૂવાઓ દ્વારા પાણી મળે છે છતાં પણ રેતી ખનન વોટરવર્ક્સ કૂવાઓ પાસે ધોળા દિવસે ગેરકાયદે થાય છે છતાં કેમ કોઈ પગલાં ભરતા નથી.
તેમ પાલિકા સત્તાધીશો દ્વારા રોષ વર્તાઈ રહ્યો છે. વહીવટી તંત્ર તરફથી કોઈ પગલાં નહીં ભરાતા ચાર્જના પ્રમુખ ઝાકિરભાઈ દડી અને પાલિકા સભ્ય પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે અમો રેતી ખનન સંદર્ભે કલેક્ટર પાસે પ્રજાના હિતમાં ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી માંગનાર છે. પાણીની જરૂરિયાત દરેક જીવને હોય છે તો વહીવટી તંત્રએ તુર્ત પગલાં ભરવા જોઈએ. આની જગ્યાએ મૌન ધારણ કરીને બેઠું છે.