તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર 171 CCTVથી સજ્જ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર નગરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટેનું આયોજન ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જગ્યાના 17 પોઇન્ટ નક્કી કરાયાં છે. અંદાજે આ કેમેરા મુકવા માટે રૂપિયા 7 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મનાઈ રહ્યો છે.

નગરમાં જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવા માટે 17 પોઈન્ટની પસંદગી કરવામાં આવી છે. જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં મહત્વના પોઈન્ટ ગણાય છે. ત્યાં 1 કિલોમીટર રેન્જમાં બનતી તમામ ઘટનાઓ જોવા મળશે. છોટાઉદેપુરમાં 171 કેમરા મુકવામાં આવશે. એનો કંટ્રોલ રૂમ એસપી કચેરીમાં હશે. અવાર નવાર જુદા જુદા ગુનાઓ બને છે. એમાં ઘણા ગુનામાં આરોપી પકડતા નથી. ખાસ કરીને ઘરફોડ ચોરી, મોટરસાયકલોની થતી છાસવારે ઉઠાંતરી, આછોડા તોડવાની પ્રક્રિયાઓ આ સીસીટીવી કેમેરાથી નિયંત્રણમાં આવશે અને પોલીસને ઘણી મોટી રાહત થઇ જશે. પરંતુ આ 171 સીસીટીવી કેમેરા રેગ્યુલર ચાલે તો તંત્રનો ઉદ્દેશ બર આવશે. અગાઉ સુરક્ષા સેતુ સરકારનો કર્યક્રમ ચાલતો હતો. તેમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા મુકાયા ઘણા મંડળો દ્વારા ફાળા પણ લેવાયા પરંતુ આજે છોટાઉદેપુર જિલ્લામાં જાહેર જગ્યાએ મુકેલા એક પણ સીસીટીવી કેમેરાઓ ચાલતા નથી. અને શોભના ગાંઠિયા જેવા તેના થાંભલા છે.

સીસીટીવી કેમેરા મુકવા માટે મુકેલા સ્ટેન્ડ.તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો