તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરનો યુવાન હેલ રેસ મેરેથોનમાં 50 કિમી સુધી દોડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરનો યુવાન રાઠવા રવીકુમાર કિરીટભાઈ રહે.છોટાઉદેપુર ઉં 19 વર્ષ મહારાષ્ટ્રમાં વિશ્વાસ સિંધુ સંસ્થા દ્વારા તા.17 ફેબ્રુઆરીના એક મેરેથોન યોજાઈ હતી. એમાં યુવાન ઓન લાઇન માહિતી આધારે પહોંચી ગયો હતો. આ મેરેથોન જુદા જુદા ડુંગરો ઓળંગીને પુરી કરવાની હોય છે.

યોજાયેલ મેરેથોનમાં 20થી 75 કિલોમીટર સુધીની હોય છે એ પૈકી રવી રાઠવાએ 50 કિલોમીટર દોડ પસંદ કરી હતી.આ મેરેથોન 10 કલાકમાં પુરી કરવાની હતી એની જગ્યાએ આ યુવાને માત્ર 8 કલાકમાં જ પુરી કરી હતી. જે માત્ર 22 સ્પર્ધકો પૈકી 9 યુવાનોએ પુરી કરી હતી.

હેલ રેસ મેરેથોન મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભંદરધારા ગામથી શરૂ થઈ હતી. આમાં રેસ રૂટ હતો તેમાં મહારાષ્ટ્રનો એવરેસ્ટ ગણાતો કલસૂબાઈ નામનો પહાડ પણ ચઢવાનો હતો. જે ખૂબ જ અઘરો ગણવામાં આવે છે આ પહાડ પસાર કરી બીજા પહાડ ઉપર જવાનું હતું એનું નામ અલગ હતું આ રેસનું નામ ત્યાંની વ્યક્તિઓ નર્કની રેસ ગણે છે બપોરના સમયે સીધા તાપમાં દોડવું ઘણું કઠિન છે. આટલી બધી મુશ્કેલીઓ સહન કરી ગુજરાતનો આ યુવાન રવિ રાઠવા છઠા ક્રમે આવ્યો હતો જે પૈકી એને રેસ મેડલ મળ્યો હતો.

પંચ તંત્ર
મહારાષ્ટ્રમાં યોજાયેલ મેરેથોનમાં ગુજરાતનો યુવાન છઠા ક્રમે આવ્યો. તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો