છોટાઉદેપુર ફર્ટિલાઈઝર ડેપોમાં 80 બેગમાં વજન ઓછું નીકળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર સ્ટેટ બેન્ક સામે ફર્ટિલાઈઝર કંપની દ્વારા સબ ડેપો આવેલ છે. તેમ કુલ 26 ટન 520 બેગ ડીપીઓ ખાતરના સ્ટોક હતા. એમાંથી થોડા દિવસ અગાઉ 3 ટન માલ વેચાણ થતાં તા.11ના રોજ 23 ટન 460 બેગના જથ્થા હતા.

સમગ્ર ગુજરાતમાં ડીપીઓ ખાતર બેગમાં વજન ઓછું આવવાની ફરિયાદ ઉઠતા છેલ્લા 2 દિવસથી ફર્ટિલાઈઝર ડેપો તથા ખરીદ વેચાણ સંઘ ઉપર ડીપીઓ ખાતર વેચવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ફર્ટિલાઈઝર ડેપો છોટાઉદેપુર પાસે જે 460 બેગનો જથ્થો હતો. તેનું વજન મેનેજર સુરેશભાઈ કાછવાએ કરાવતા 70 થઈ 80 બેગમાં 200 ગ્રામ જેટલું વજન ઓછું આવતા એ જથ્થો હાલમાં બાજુ પર મૂકી દેવામાં આવ્યો છે. તેથી તેઓએ જણાવ્યું હતું કે ઘણું બેગમાં 50 ગ્રામ જેટલું વજન ઓછું આવતું હતું.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અનેક તાલુકામાં ખાતર ડેપો આવેલ છે. ત્યાં પણ ડીઓપી ખાતર બેગમાં જથ્થા કેટલા આવે છે તેની તપાસ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...