તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ચાઇનીસ ફિરકા તથા ગુબ્બારા ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાં આવેલી પતંગની દુકાનોમાં એ ડીવીઝન પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને ગુબ્બારાની તપાસ કરતા દુકાનમાંથી મુદ્દામાલ કબ્જે લીધો હતો .

ઉત્તરાયણ પર્વેને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓ માં દોરી સુતાવવા અને પતંગ- દોરી ખરીદવામાં વ્યસ્ત બન્યા છે. બીજી તરફ પ્રતિ વર્ષ ચાઈનીઝ દોરી અને ગુબ્બારા ઉપયોગથી નુકશાન થતું હોવાના કિસ્સા સામે આવતા હોય છે. જેના વેચાણ અને ઉપયોગ સામે કલેકટર દ્વારા પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ અને પાલીકા દ્વારા પણ શહેરના દુકાનદારોને ચાઇનીસ ચિજવસ્તુઓ નહી વેચવા માટે જણાવ્યુ હતુ. તેમ છતા કેટલાક દુકાનદારો ચાઇનીસ ચિજવસ્તુઓ વેચાણ કરી રહ્યા હોવાનું પોલીસને ધ્યાને આવતા A ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન શીત લહેર પતંગની દુકાનમાંથી 268 ચાઈનીઝ ગુબ્બારા અને 5 ફિરકાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની કુલ કિંમત 12 હજાર ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે દુકાનદાર સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી છે. પોલીસની તપાસના પગલે અન્ય ફફડાટ વ્યાપી ગયો હતો.

ગોધરામાં પોલીસે ચાઇનીસ ફિરકી તથા ગુબ્બારા ઝડપી પાડ્યા - હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો