તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકા વિસ્તારમાં મસાલાના માર્કેટમાં મરચું તીખું બન્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની ઋતુ પૂર્ણ થતા અને હોળાષ્ટક ઉતરતા જ ધોળકા શહેરમાં રસોડાના બારમાસી વિવિધ પ્રકારના મરી મસાલા ખરીદીની સિઝન શરૂ થઇ ગઇ છે. શહેરમાં અનેક સ્થાનો ઉપર મરચા મસાલાની ખળીઓ ધમધમતી જોવા મળે છે. ગૃહિણીઓ સાંજ પડતા જ રસોઇને સ્વાદિષ્ટ બનાવે તેવા અસલી મસાલાની ખરીદી કરતાં બારમાસના મરી-મરચાં-મસાલાઓ ભરવા વ્યસ્ત બની ગઇ છે. ધોળકામાં દર વર્ષ મુજબ આ વર્ષે પણ કલિકુંડ રોડ,ગાયત્રી મંદિર આજુબાજુ ખુલ્લી જગ્યામાં મરચાં તથા વિવિધ મસાલાનું વેચાણ થઇ રહ્યુ છે. છેલ્લા ગણા વર્ષો થી મસાલાનો વેપાર કરતા દિલિપ ભાઈ ઠકકર કલિકુંડ રોડ ઉપર તેઓના જણાવ્યા મુજબ હોળાષ્ટક પછી મસાલાની સિઝન શરૂ થઇ જાય છે.

આ વર્ષે પાક ઓછા ઉતરેલ છે. અને તેના કારણે મસાલાના ભાવમાં ૧૫ થી ૨૫ ટકા નો વધારો જાવ મળે છે. આ વર્ષે બજારમાં દેશી મરચું 160 થી 180 રૂા.કિલો,ટામેટા મરચું 180 થી 200 રૂા.કિલો,કાશ્મીરી કુમઠી 200થી 240 રૂા.કિલો સુધી તેમજ વન્ડરાજ મરચું રૂા.190 સુધી અને સાંગલી મરચું રૂા.200 સુધી તથા સેલમહળદર કિલોના 200 થી 250, ધાણાજીરૂ રૂા.200 થી 230 તથા અજમો રૂા.260 થી 290 તેમજ જીરું ના 220 થી 240 સુધી છે. વેપારીઓના જણાવ્યા મુજબ મસાલાની સિઝન મે થી જૂન સુધી હોય છે. આ વર્ષે હળદર ગુજરાત બહાર મહારાષ્ટ્ર, સાંગલીની રાજાપુરી,સેલમ,તામિલનાડુ તથા આંધ્રપ્રદેશ ની અને વિસનગરી હીરાકણી જાતની બજારમાં સારી આવકો થાય છે. આવકો ઓછી હોવાથી ભાવમાં કિલોએ રૂા. ૧૫ થી ૨૦ રૂા. વધુ રહ્યો છે. આ વર્ષના ભાવ વધારા ના કારણે ગૃહીણીઓના વાર્ષીક બજેટ ખોરવાઇ ગયા છે.

તથા જે પ્રમાણે ધરે નક્કી કરેલ હોય તેના કરતા ઓછા મસાલા ની ખરીદી કરે છે. મસાલાઓ નજર સામે દળાવીને ખરીદવામાં ભેળસેળ ની શંકા દૂર થાય છે.

અન્ય સમાચારો પણ છે...