તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી મદ્રસા તાલીમુલ ઈસ્લામના બાળકોનો જલશો યોજવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉનમાં રહેતા મુસ્લીમ ધર્મના બાળકોને મુસ્લીમ ધર્મ મુજબનું પાયાનું જ્ઞાન મળે તે હેતુથી નસવાડીમાં વર્ષો જૂનું મદ્રશા તાલીમુલ ઇસ્લામમાં મુસ્લીમ બાળકો કુરઆન, હપ્તિ, તકતીનું પઠન કરવા જાય છે. તા. 30ના રોજ લેવાયેલ પરીક્ષામાં કુરઆન શરીફના પઠનમાં પ્રથમ નંબરે ફેજલ સરફરાઝ કુરેશી, બીજા નંબરે એજાજ જાવીદ મેમણ, ત્રીજા નંબરે રેહાન ઈરફાન મેમણ આમ ત્રણ બાળકોને નસવાડી મુસ્લીમ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. સાથે જ જલશામાં જે બાળકોએ ભાગ લીધો હતો. તેમને પોતાના અંદાજમાં તકરીર, કુરઆન પઠન, ઈસ્લામ ધર્મના કાયદા વગેરે બાબતનું બાળકોએ માઈકમાં સુંદર પઠન કર્યું હતું. ઈસ્લામી પહેરવેશથી સજ્જ બાળકો જલશામાં આવ્યાં હતાં. નસવાડી ટાઉનના લોકો આ જલશામાં ઉમટી પડ્યા હતાં. નાના ભૂલકાંઓ પણ તેમના અંદાજમાં સવાલ જવાબ કરી તેમની એક ઓળખ ઉભી કરી હતી. મદ્રશામાં અભ્યાસ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...