ટુંડાવની કંપનીમાં તોડફોડ બાબતે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને વાકેફ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકાના ટુંડાવ ગામે કંપનીમાં થયેલ તોડફોડ બાબતે કંપનીના ડાયરેક્ટર અને ઉચ્ચ અધિકારીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને વિગતે વાકેફ કરતા અસામાજીક તત્વો સામે સત્વરે પગલા લેવાશે. તેમજ સરકાર તરફથી પૂરતો સહકાર મળશે ની ખાત્રી આપવામાં આવી.સાથે સાથે જિલ્લા પોલીસને પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાવલી તાલુકાના ટુંડાવ ગામે તા.22/04ના રોજ ઇન્ડોએમાઇન્સ કંપનીમાં ગામના સ્થાનિક લોકો દ્વારા હપ્તાની માગણી કરતા કંપની તાબે નહી થતાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા આવી હતી. સાથે પોલીસે કાર્યવાહી કરી તમામની ધરપકડ કરી હતી.

આ બાબતે આજરોજ કંપનીના ડાયેરક્ટર કેયુરભાઇ સહિત કંપનીના ઉચ્ચઅધિકારીઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને ઘટનાથી વાકેફ કર્યા હતા. અને જો આજ પ્રકારે કંપનીમાં તોડફોડ અને હપ્તાની માગણી કરવામાં આવતી રહેશે તો કંપની ને ગુજરાત બહાર લઇ જવામાં આવશે તેની રજુઆત કરી હતી. ત્યારે સરકાર તરફથી કંપનીને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેમજ જીલ્લા પોલીસને સત્વરે ઘટનાની વધુ તપાસ કરી ફરીથી આવી ઘટના ન બને તે માટે પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ કંપની પર જરૂરી પોલીસ બંદોબસ્ત આપવા પણ સૂચન કર્યું હતું.

આ બાબતે કંપનીના ડાયરેક્ટર કેયુરભાઇએ જણાવ્યું હતું. કે સરકાર તરફથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ અસરકારક પગલાં લેવાની ખાત્રી આપવામાં આવી છે. ગુજરાતમાં ફક્ત એકજ પ્લાન્ટ આવેલ છે. જેને હવે અન્ય અહીંયાજ ચાલુ રાખવામાં આવશે.

ટુંડાવની કંપનીમાં તોડફોડ બાબતે ડાયરેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા માટે ગયા હતા.તસવીર વિમલ પટેલ

અન્ય સમાચારો પણ છે...