તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરના ડોલોમાઈટ ઉદ્યોગમાં કાર્ટેજ ચાર્જ વધતાં વેપારીઓને હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરમાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવતી 110 જેટલી ફે્ક્ટરીઓ આવેલી છે. જે હાલમાં ઘેરી મંદીમાં ચાલી રહી છે. વેપારીઓ જરૂરિયાત મુજબ એક પાળી ચલાવે છે. 35 જેટલી ફેકટરીઓ બંધ જેવી સ્થિતિમાં છે. જેઓની બે મિલો હતી તેઓએ એકના લાઈટ કનેક્શન પણ કપાવી નાખ્યાં છે. એવા સમયે ટ્રક માલિકો અને મજૂરોએ ભાવ વધારો કરતા આ વેપારીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

છેલ્લા કેટલાક સમયથી ડોલોમાઈટ પથ્થર છોટાઉદેપુરમાં આવેલા પાઉડરની ફેક્ટરીઓ આવેલી છે. તેમાં જે માઇન્સો ઉપરથી કાચો માલ એક ટનના રૂા. 290 લેખે કારટીન સાથે આવતો હતો. પરંતુ 1 જાન્યુઆરી 2020થી આ કાચોમાલ રૂા. 320 રૂ ટન એટલે કે ટને રૂા. 30 વધારા અર્થે આવે છે. તેમ ડોલોમાઈટ પાઉડરની ફેક્ટરી ધરાવતા અબ્દુલ ગનીભાઈ મફત જણાવે છે. તેઓએ આ ભાવ વધારા સંદર્ભમાં જણાવ્યું હતું કે અત્યારે ડોલોમાઈટ ઉદ્યોગ ભારે મંદીમાં ચાલી રહ્યો છે. ત્યારે આ ભાવ વધારો યોગ્ય નથી. ફેક્ટરી માલિકોને અત્યારે ખુબ જ પાતળી કમાણી હોય છે. તેમાં માલ ખરીદ કરનાર વેપારીઓ એક રૂપિયો ભાવ વધારવા તૈયાત નથી. આવું જ ચાલશે તો અમારે ફેક્ટરીઓને ખંભાતી તાળા મારવા પડશે. આ સંદર્ભે કેટલાક ટ્રક માલિકો પણ જણાવે છે કે કૂદકે અને ભૂસકે ડીઝલ તથા સ્પેરપાર્ટના તથા લેબરના ...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો