તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરની બેંકોમાં નાણાકીય લેવડ દેવડના મેસેજ મળતા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં આવેલ જુદી જુદી બેંકોમાં અનેક વ્યક્તિઓના સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખાતાઓ ચાલી રહ્યા છે.

ખાતામાં નાણાકીય લેવડ દેવડ માટે બેંક દ્વારા SMS સિસ્ટમ શરૂ કરી છે. એના માટે બેંકો દ્વારા ગ્રાહક પાસે દરેક ગ્રાહકે જુદી જુદી ફી લે છે, પરંતુ એના પ્રમાણમાં પ્રજાને સર્વિસ મળતી નથી. જ્યારે પણ એસએમએસ સેવા માટે બેંકોને ગ્રાહકો ફરિયાદ કરે છે. તો માત્ર એટલો જ જવાબ આપવામાં આવે છે કે સિસ્ટમમાં ખામી હોવાના કારણે મેસેજ નહીં આવતા હોય જેને લઈ ગ્રાહકે ફરજિયાત પોતાના ખાતાની તપાસની કરવા બેંકમાં જવું પડે છે. ત્યારે બેંક કર્મચારીઓને જવાબ પણ આપવાનો સમય મળતો નથી. જેથી ઘણો સમય બગડે છે. આમતો ગ્રાહકો સગવડ માટે બેંકોને નાણાં ચૂકવીને મૂર્ખા બને છે. છોટાઉદેપુર જિલ્લો બની જતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કામનું ભારણ વધી ગયું છે. ગ્રાહકોની ભીડના કારણે સમય ઘણો બગડે છે. તો બીજી શાખા શરૂ કરવી જોઈએ પરંતુ એ અંગે ધ્યાન અપાતું નથી. થોડા સમય અગાઉ બીજી શાખા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા હતા પરંતુ પછી કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો