તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં વાદળો ઘેરાવા સાથે વરસાદી માહોલ છવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર વિસ્તારમાં તા.13ના રોજ સવારે 7 કલાકે આકાશમાં વાદળો અચાનક કાળા મીટ બનીને ઘેરાઈ ગયા હતા અને ડુંગરાળ વિસ્તારમાં છુટા છવાયા વરસાદના છાંટા પણ પડ્યાની વિગતો ગ્રામીણ વિસ્તાર દ્વારા જાણવા મળી હતી.

છેલ્લાં કેટલાક દિવસોથી અવાર નવાર છોટાઉદેપુર વિસ્તારના વાતાવરણમાં પલટો આવે છે. તા.12ના રોજ ઉનાળા જેવો માહોલ લાગતા ઘણાએ પંખાઓ પણ ચાલુ કરવા પડ્યા હતા. જ્યારે તા.13ના સવારના આકાશમાં વાદળો ઘેરાતા એકાએક ઠંડી લાગતી હતી. આ વાતાવરણને લઈને તાવ શરદીના દર્દીઓ વધતા જાય છે. હવે જો વરસાદ પડશે તો રવિ પાકને પણ નુક્સાન કરશે. ચાલુ વર્ષે તો ઈયળોએ પણ ભારે મુશ્કેલી ઉભી કરી છે. આની સાથે મકાઈના પાકને ભૂંડ ખરાબ કરી રહ્યા છે. જેથી ખેડૂતોની દશા બેસી ગઈ છે. કમોસમી માવઠાઓ ખેતીને નુક્સાન કરશે. અત્યારે જેઓ નદીમાં તડબૂચ કાકડી ચોળી ભીંડાની ખેતી કરે છે. તેઓએ વાવેતર કરી દીધું છે. ઘણી જગ્યાએ વેલાઓ પણ થઈ ગયા છે. જો માવઠું થશે. ઈંટો બનાવવાની કામગીરી શરૂ કરી છે તેઓને નુક્સાન થશે. હવામાન વિભાગે તા.13 અને તા.14ના રોજ હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો