Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર વાઘસ્થળ ડુંગરે શુક્રવારના રોજ મેળો ભરાશે
છોટાઉદેપુરના પૂર્વ વિભાગ તરફ ગુજરાત અને મધ્યપ્રદેશથી સરહદ વચ્ચે ડુંગરોની વિશાળ હરમાળાઓ આવેલ છે. તેમાં સૌથી મોટો ડુંગર છે. તેને સૌ વાઘસ્થળ ડુંગર તરીકે ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ પાંચમના દિવસે અહીંયા મેળો ભરાય છે. ચાલુ વર્ષે તા 13 શુક્રવારના રોજ મેળો ભરાશે.
પ્રકૃતિ પૂજક આદિવાસીઓ ડુંગરને પણ દેવ તરીકે પૂજે છે. આ ડુંગરને સૌ નમન કરે છે.
અનેક બાધાઓ રાખેલ છે અને હોળી પર્વ પૂર્ણ કરે છે. જે આસપાસ ગામના આદિવાસીઓ હોળી પર્વની અંદર બુદ્ધિયાની બાધાઓ રાખે છે. એમાં પાંચ દિવસ સુધી ઠેર ઠેર જગ્યાએ ગેર ઉઘરાવવાની જમીન ઉપર સુવાની બધા વાઘસ્થળ ડુંગરે પૂરી કરે છે. અને પોતાના દેવસ્થાને નમન કરીને આનંદ મનાવે છે.
ગાઢ જંગલની વચ્ચે આવેલ આ વાઘસ્થળ ડુંગર કુદરતી પ્રકૃતિ ભરપૂર છે. એનો વર્ષમાં એક વખત આનંદ માણવા અર્થે છોટાઉદેપુર નગરની જનતા
અવશ્ય પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ડુંગર તળેટીમાં પહોંચે છે. યુવાનો ડુંગર ઉપર ચઢી આનંદ માણે છે.
આ ડુંગરની આસપાસ આડા દિવસની અંદર એકલા જવાની કોઈ હિંમત દાખવતું નથી કારણ કે ત્યાં સુમસામ વિસ્તાર છે અને કોઈ વસ્તી નથી.