તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર વીજ કંપનીના સબ ડિવિ.હેઠળ 12 ફિડર, 150 ગામ પણ સ્ટાફ 24 કર્મીનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપનીનું સબ ડિવિઝન આવેલ છે. જેમાં આશરે 25 હજાર હાઉસ કનેક્શન 150 જેટલા ઇન્ડસ્ટ્રીઝ કનેક્શન અને ખેતી કનેક્શન 800 જેટલા આવેલ છે. જેનું માસિક વીજ બિલ રૂ 2 કરોડ જેવું થાય છે છતાં સમગ્ર છોટાઉદેપુર સબ ડિવિઝનમાં માત્ર મેઇન્ટેનન્સ માટે 24 કર્મચારીઓનો સ્ટાફ છે. જેનાથી પ્રજાને અનેક મુશ્કેલી પડે છે છતાં વીજ કંપની તરફથી સ્ટાફ વધારતો નથી.

છેલ્લા પાંચ વર્ષથી છોટાઉદેપુર જિલ્લો બન્યો છે જેને લઈ અનેક વીજ કનેક્શનો વધ્યા છે સ્ટેટ સમયની તમામ વીજ લાઇન હોય અનેક ફોલ્ટ વીજ લાઈનો ઉપર થાય છે છોટાઉદેપુર નગરમાં અનેક ફરિયાદો આવે છે એના મેઇન્ટનન્સ માટે માત્ર 2 હેલ્પરો મુકવામાં આવે છે તેઓ ક્યારે કામ કરી શકે એ એક પ્રશ્ન છે.

સમગ્ર છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની ડિવિઝનમાં કુલ 12 ફીડર આવેલા છે. જેમાં આસપાસના અંદાજે 150 જેટલા ગામડા આવી ગયા આ ફિડરોમાં 24 હેલ્પરો કામ કરી રહ્યા છે કુદરતી વાવાઝોડું પણ આવે તો ઘણા ફીડરો એકા એક બંધ થઈ જાય છે અને એ લાઈનો ચાલુ થવામાં પ્રજાએ કલાકો સુધી રાહ જોવી પડે છે. આમાં ઘોઘાદેવ મલાજા ઓડ ફીડર ઉપર માત્ર ત્રણ હેલ્પરો કામે છે. રામપુરા દેવહાટ જોડાવાટ સબ સ્ટેશન ઉપર પાંચ હેલ્પરો કામ કરે છે અછલાં હરવાંટ પેલેસ રોનવાડ ખૂટલીયા રેલવે વસેડી ફીડર ઉપર બે હેલ્પરો મુકતા સ્ટાફ ફાજલ રહેતો નથી. આમાં સ્ટાફ રજા ઉપર જાયતો માત્ર એકજ કર્મચારીએ કામ કરવું પડે છે. ગામડાના અંતરો ઘણા લાંબા હોય કર્મચારીઓ પણ ફોલ્ટ શોધતા થાકી જાય છે. આજ હેલ્પરો પાસે મેન્ટેનન્સ તથા અન્ય કામગીરી લેવામાં આવે છે.

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...