છોટાઉદેપુર પાલિકા વેરા બાકીદારો સામે પગલાં ભરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની અંદર અનેક મિલકતો આવેલ છે. તેનો ઘર વેરો, નળ વેરો, શિક્ષણ ઉપકર તથા સફાઈ વેરાની રકમ રૂા.1 કરોડ જેટલી વસુલાત પ્રજા પાસે બાકી છે. પાલિકા દ્વારા અવાર-નવાર આ અંગે ઉઘરાણું કરવા છતાં બાકી વેરાદારો દ્વારા વેરાની રકમ ભરવામાં આવતી નથી. જેથી નગરપાલિકા ચાલુ માસમાં પ્રજાનો વેરો નહીં આવે તો જેના વેરા બાકી હશે તેના નળ કનેક્શન નગરપાલિકા કાપશે તેમ ઉપપ્રમુખ ઝાકિરભાઈ દડીએ ફોન ઉપર જણાવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા પાસે નાણાં નહીં આવતા વિકાસના કામો થતા નથી તેમ ઉપપ્રમુખે જણાવ્યુ હતું.

ઘર, નળ સહિત સફાઈ વેરાની વસુલાત બાકી

અન્ય સમાચારો પણ છે...