તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર પાલિકા ચીફ ઓફિસરે રાજીનામુ આપ્યું પણ નામંજૂર થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે નિવૃત નાયબ મામલતદાર ફુલસિંગભાઈ રાઠવા અગિયાર માસથી કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે હાલમાં ફરજ બજાવે છે. તેઓએ એકાએક નગરપાલિકા જિલ્લા પ્રાદેશિક અધિકારીને રાજીનામું મોકલી દેતાં નગરપાલિકામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

અગિયાર મહિના કરાર આધારિત ચીફ ઓફિસર સીધુ રાજીનામું નગરપાલિકા પ્રમુખની જાણ બહાર નગરપાલિકા પ્રાદેશિક અધિકારીને મોકલી આપ્યું હતું. પરંતુ એ મંજૂર કરવામાં આવ્યું નથી. જેથી ચીફ ઓફિસર તરીકે તેઓ હાલ ફરજ બજાવી રહ્યા છે. આ સંદર્ભે નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલ અને ઉપપ્રમુખ ઝાકિરભાઈ દડીનો ફોન ઉપર સંપર્ક કરી પૂછવામાં આવ્યું હતું કે તમારે ચીફ ઓફિસર સાથે વહીવટ મામલે કોઇ વિવાદ છે તો તેઓએ કહ્યું હતું કે અમારે કોઈ વિખવાદ નથી. ચીફ ઓફિસર ફુલસિંગભાઈ રાઠવાનો ફોન ઉપર સંપર્ક કરી પૂછતાં તેઓએ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...