છોટાઉદેપુર લોકસભા બેઠક પર 8 ઉમેદવારોના 13 ફોર્મ માન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-2019 અંતર્ગત 21-છોટાઉદેપુર સંસદીય બેઠક પર કુલ 10 ઉમેદવારો દ્વારા 19 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ઉમેદવારોના ભરાયેલ આ ઉમેદવારોની પત્રોની ચકાસણી કરવામાં આવ્યા બાદ 8 ઉમેદવારોનાં 13 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતાં. બાકીનાં બે ઉમેદવારોના 6 ઉમેદવારીપત્રો રદ થયા હતા.

માન્ય ઉમેદવારો પૈકી ભાજપાનાં એક, ભા.રા.કોં.-એક, બસપા-૧, બીટીપી-1 અને અપક્ષનાં ચાર ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યા છે. તેમાં રાઠવા ગીતાબેન વજેસિંગભાઇ ભાજપ, રાઠવા ફુરકુનભાઇ બલજીભાઇ બસપા, રાઠવા રણજીતસિંહ મોહનસિંહ ભા.રા.કોં., વસાવા રાજેશભાઇ સોમાભાઇ બીટીપી, ઉમેશ જંગુભાઇ રાઠવા અપક્ષ, ૬ પ્રવિણભાઇ ધુરસીંગભાઇ રાઠવા અપક્ષ, રાઠવા ભાવસીંગભાઇ નરમસીંગભાઇ અપક્ષ, રાઠવા મગનભાઇ ચાઠીયાભાઇ અપક્ષનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...