તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણીમાં મશાલ પેનલનો વિજય થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી તા. 23ના રોજ યોજાઈ હતી. જેમાં કુલ 4774 હતા એ પૈકી 4464 મતદારોએ મતદાન કરતા ટકાવારી 93.50 થતા ભારે સ્પર્ધાના એંધાણ વર્તતા હતાં. યોજાયેલ ચૂંટણીના પરિણામોની ગણતરી તા.24ના રોજ છોટાઉદેપુર તાલુકામાં સવારે 9:00 કલાકે શરૂ થઈ હતી. માત્ર 4664 મત ગણતા રાત્રીના આઠ વાગી ગયા હતાં છેક સુધી સ્પર્ધા થઈ હતી છેવટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચૂંટણીના જુદા જુદા 12 હોદ્દાઓ ઉપર ક્રાંતિકારી મશાલ પેનલના ઉમેદવારો વિજેતા થયા હતાં.

ચૂંટણીમાં ઉભેલા ક્રાંતિકારી મશાલ પેનલના વિજેતા ઉમેદવારો પ્રમુખ રાઠવા રમણભાઈ અલસિંગભાઈ 2564 મત સિનિયર ઉપ પ્રમુખ પંડ્યા અલ્પેશકુમાર નટવરલાલ મત 2266 ઉપપ્રમુખ ગાયકવાડ સાંતિલાલ અર્જુનભાઇ મત 2569 કાર્યધ્યક્ષ રાઠવા પીયૂસભાઈ વિઠ્ઠલભાઈ મત 2524 મહામંત્રી ઠાકોર સુનિલકુમાર અરવિંદભાઈ મત 2595 પટેલ પ્રિનકુમાર સી મત 2515 મંત્રી 2 પટેલ ભુપેન્દ્રભાઈ એમ મત 2408 મંત્રી 3 રાઠવા છત્રસિંહbhaai ગુરુજીભાઈ મત 2502 ખજાનચી રાઠવા કંદુભાઈ નાયકભાઈ મત 801 પ્રચાર મંત્રી ગોસ્વામી જતીનગીરી જસવંતગીરી મત 2482 ઓડિટર 1 બારિયા ગણપતભાઈ કે મત 2472 ઓડિટર 2 પટેલ મેહુલ કુમાર પોપટલાલ મત 2518 વિજેતા થયા હોવાનું ચૂંટણી અધિકારી હિંમતભાઈ રાઠવાએ જણાવ્યું હતું. જ્યારે સિનિયર કાર્ય અધ્યક્ષના હોદ્દા માટે નટુભાઈ રાઠવા બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતાં જે સૂર્યમુખી પેનલના ઉમેદવાર હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો