તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિ.માં સસ્તા અનાજના દુકાનદારો ઓનલાઇન પરમિટ જનરેટ નહીં કરે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડરના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા મથકે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.

દુકાનદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ગુજરાત સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિરાકરણ નહિ લવાતા આગામી 1 એપ્રિલથી રાજ્યના તમામ સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે તેવું બેઠકમાં મક્કમતાપૂર્વક નક્કી કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આગામી એપ્રિલ માસના જથ્થાની પરમીટ 15 માર્ચ સુધી ઓનલાઇન મુકાતી હોવાથી કોઈપણ દુકાનદાર દ્વારા તેને જનરેટ કરવી નહીં તેમજ અગાઉના બંધ જથ્થાની કૂપન પણ કાઢવી નહીં તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.બેઠકમાં દાહોદ જિલ્લાના ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના પ્રમુખ ઉદ્દેસિંહ લબાનાના નેતૃત્વમાં તમામ દુકાનદારોએ હડતાળમાં જોડાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

પ્રમુખની સાથે જિલ્લાના તમામ દુકાનદારો અડીખમ રહેશે

એપ્રિલ માસમાં અચોક્કસ મુદતની હડતાલના અલ્ટીમેટમ બાબતે દાહોદ જિલ્લા વ્યાજબી ભાવના ફેર પ્રાઈસ શોપ એસોસિયેશનના પ્રમુખ ઉદેસિંહ લબાનાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના ફેર પ્રાઈસ શો૫ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર પ્રમુખ પ્રહલાદ મોદી સાથે જિલ્લાના તમામ દુકાનદારો હડતાલમાં જોડાશે. >ઉદેસિંહ લબાના, FPS પ્રમુખ દાહોદ જિલ્લો

_photocaption_ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. }યોગેશ શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો