તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ હોઈ સંઘોનું બહુચરાજી તરફ પ્રયાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | ભાદરવી પૂનમમાં અંબાજીમાં પગપાળા યાત્રા સંઘો મોટા પ્રમાણમાં દર્શને જતા હોય છે. તેમ ચૈત્રી પૂનમમાં બહુચરાજીમાં વિશેષ મહત્વ હોઇ, રાજયભરમાંથી પગપાળા યાત્રા સંઘોનું ચુંવાળ પંથકના પવિત્ર યાત્રા ધામ બહુચરાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ચુંવાળ પંથકના માર્ગો બહુચરના નાદથી ગુંજી ઉઠયા છે. કડી- દેત્રોજ- બહુચરાજી- કટોસણ રોડ સહીત પંથકના માર્ગો યાત્રિકોથી ઊભરાયા છે. ઠેર ઠેર સેવા કેમ્પો પદયાત્રિકોથી ધમધમી રહ્યા છે. ચુંવાળ પંથકના ગલોદરા ગામથી બહુચરાજી સુધીનો પગપાળા સંઘનું મંગળવારે બહુચરાજી તરફ પ્રયાણ કર્યુ છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતમાં રહેતા વાલમ (ભટ્ટ) પરિવાર મોટીસંખ્યામાં પદયાત્રામાં જોડાયો છે. ધર્મેન્દ્રભાઇ ભટ્ટ, ભાઇલાલભાઇ ભટ્ટ પરિવાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘ બુધવારે બહુચરાજી પહોંચી માતાજીની ધજા, યજ્ઞ સહીતના ધાર્મિક કાર્યક્રમો સાથે દર્શનનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...