તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ બજાર સમિતિની ચૂંટણી ચેરમેન, વા.ચેરમેન બિનફરીફ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠ બજાર સમિતિ ખાતે મંગળવારે ઉમરેઠ બજાર સમિતિના ચેરમેન અને વા.ચેરમેન ની બીન હરિફ વરણી કરવામાં આવી હતી. સમગ્ર ચુંટણી પ્રક્રિયા ચુંટણી અધિકારી એ. પી. અસારીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

આ સભામાં ચેરમેનપદે સુજલભાઈ શાહની દરખાસ્ત પ્રકાશભાઈ પટેલે કરી હતી જેને રાકેશભાઈ શાહએ ટેકો જાહેર કર્યો હતો જ્યારે વા.ચેરમેન પદે ભરતભાઈ નરસિંહભાઈ પટેલ (લીંગડા)એ ઉમેદવારી કરી હતી તેમની સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા ચેરમેન પદે સુજલ શાહ ને વા.ચેરમેન પદે ભરતભાઈ પટેલને ચુંટણી અધિકારીએ વિજેયતા જાહેર કર્યા હતા. બંન્ને ઉમેદવારોને તેઓના સમર્થકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ પરમાર પણ આ સમયે ઉપસ્થીત રહ્યા હતા અને ચેરમેન તેમજ વા.ચેરમેનને શુભેચ્છા વ્યક્ત કરી હતી

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ બજાર સમિતિમાં છેલ્લા કેટલાય સમય થી ભાજપનું પ્રભુત્વ છે હાલમાં બજાર સમિતિમાં કુલ ૧૭ સભ્યો પૈકી ૧૧ ભાજપના તેમજ ૬ કોંગ્રેસના સભ્યો છે જેથી દેખીતી રીતે પરિણામ ભાજપ પક્ષે આવવાનું હોઈ કોગ્રેસ તરફથી કોઈ સભ્યએ ઉમેદવારી નોંધાવવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો