તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલોલમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલમાં વટસાવિત્રી વ્રતની ઉજવણી સોભાગ્યવતી મહિલાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સુખી જીવન માટે મહિલાઓ આવા વ્રત કરી વડના વૃક્ષની પૂજા કરી પાણી અર્પણ કરી દોરાથી તેની પ્રદક્ષિણા કરે છે પોતાના પતિના જીવતદાન માટે સાવિત્રી દેવી એ યમરાજને પ્રસન્ન કરી પોતાના પતિનો જીવ પાછો મેળવ્યો આ રીતે પોતાના પતિને જીવતદાન અપાવ્યું હતુ.

પીપેરોમા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ધાનપુર તાલુકાના પીપેરો એકલવ્ય આશ્રમ શાળા ખાતે રવિવારના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તબીબ દ્વારા કેમ્પમાં આવેલા દર્દીઓને તપાસ નિદાન સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પણ જાણ લોકોને અને સમજણ આપવામાં આવી હતી.

ફતેપુરામાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી
ફતેપુરા. ફતેપુરામા વ્રતની પૂનમ વટ સાવિત્રી વ્રતને લઇને નગરની મહિલાઓ દ્વારા ભગવાન વિષ્ણુ સ્વરુપ વડના ઝાડની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ફતેપુરા નગરની મહિલાઓએ પોતાના પતિની દિર્ધઆયુષ્ય અને પરિવારની સુઃખ શાંતી માટે વડલાના ઝાડની બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રો વિધીથી પૂજા અર્ચના કરી સુતર દોરાના ફેરા ફરી આરતી પ્રસાદી વહેચી ઉપવાસ કરી શ્રધ્ધાભેર વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. મહિલાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડલાવી વૃક્ષની છત્રછાયામાં પૂજા અર્ચના કરી વ્રતની ઉજવણી કરી હતી.

હાલોલમાં મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી
જેઠ સુદ પુનમ વટ સાવિત્રી વ્રત એટલે પતિના લાંબા આયુષ્ય માટે વડના વૃક્ષને સાક્ષી રાખી દોરો બાંધી કરાતી પૂજા ને હિન્દૂ ધર્મમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે હાલોલમાં પણ મહિલાઓ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તલાવ સામે આવેલ વડના વૃક્ષ નીચે મોટી સંખ્યામાં હાજર રહતા ભુદેવો એ શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજા અર્ચના કરાઈ હતી મહિલાઓ એ પોતાના પતિ નું આયુષ્ય વડ જેટલી લાંબી ઉંમરનું થાય તેવી ભગવાન થી પ્રાર્થના કરી હતી.

ગોલીના યુવાને બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરા. ગોધરા તાલુકાના ગોલીં ગામના અમૃતપુરા ફળીયામાં રહેતો ચૌહાણ પારસ રાજેશભાઇએ બે વર્ષ પહેલા બોકસીંગની પ્રેકટીસ શરૂ કરી હતી. વધુ પ્રેકટીસ માટે વડોદરા ખાતે કોચીંગ મેળવ્યું હતું. ત્યારે બાદ પારસે રાજય કક્ષાની વિવિધ ર્સ્પધામાં ભાગ લઇને ગોલ્ડ મેડલો જીત્યા હતા. ગોવા ખાતે 6 છઠ્ઠો યુનાઇટેડ નેશનલ ચેમ્પીયનશીપની પ્રતિયોગીતા શરૂ થવાની હતી. પણ પારસ પાસે આર્થીક શક્તિ ના હોવાથી ગોધરાના ધારાસભ્ય તેની બોકસીંગ પ્રત્યેની મહેનત દેખીને તેને ગોવા જવા મદદ કરી હતી. ગોવામાં 60 કિલોની નેશનલ ચેમ્પીયન લીગમાં ચૌહાણ પારસે ભાગ લીધો હતો. અને 60 કિલોમાં પારસે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

લુણાવાડામાં સિંધી સમાજના બાળકોનો સમર કેમ્પ યોજાયો
લુણાવાડા કન્યા શાળા માં સિંધી સમાજ ના બાળકો એ10 દિવસ નો સમર કેમ્પ રાખેલ જેની પૂર્ણાહુર્તિમાં કન્યા શાળામાં રાખેલ તેમાં બાળકો ને ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ નો પોગ્રામ સાથે સાથે સાંસ્કૃતિક પોગ્રામ રાખવામાં આવેલ તેમાં મનુભાઈ ભગત દિપાબેન સપા મહેમાનોએ હાજરી આપી હતી. સાથે લુણાવાડા સર્વ સિંધી સમાજ ના આગેવાનો તેમાં જનરલ પંચાયત ના પ્રમુખ હરીશ મુરલીધર ચાંગલાણી લોહાણા પંચાયત ના પ્રમુખ મોહનભાઈ મંગલાંણી અને સર્વ સમાજ ના નાના મોટા ભાઈ બહેનો એ ભાગ લીધો અને પોગ્રામ ને સફળ બનાવ્યો હતો.

આદિવાસી પટેલિયા સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો
ગરબાડા. દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી પટેલિયા સમાજના વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ દાહોદ રેડ ક્રોસ સોસાયટી ખાતે રાખ્યો હતો. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વર્ષે ધોરણ 10 અને 12 માં પાસ થયેલ 55 તેજસ્વી તારલાઓને સમાજના આગેવાનો દ્વારા પ્રમાણપત્રો અને સ્મૃતિ ભેટ અર્પણ કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ વિશે સારી એવી માહિતી અને મોટીવેશન પૂરું પાડ્યું હતું.

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ,તા.14 જુને વિશ્વ રકતદાતા દિવસની ઉજવણી અંતર્ગત માનવસેવાના વિવિધ કાર્યો કરતી ઈન્ડિયન રેડકોસ સોસાયટી દાહોદ દ્વારા તળાવ ફળીયાના ભીલવાડા સ્થિત આદિવાસી મિત્ર મંડળના સહયોગથી આ વિસ્તારમાં આવેલ ચામુંડા માતાના મંદિર પરિસરમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વાર રક્તદાન કેમ્પના આયોજન અંતર્ગત આદિવાસી સમાજના 33 નવયુવાનોએ પ્રથમ જ વખત રક્તદાન કરી માનવસેવાના કાર્ય કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે સોસાયટીના માનદ્ મત્રી મુકુંદભાઇ કાબરાવાલા, ખજાનચી વિકાસભાઈ ભુતા સહિત કારોબારી સભ્યો, આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટના પ્રમુખ રાજેશ ભાભોર તેમજ સભ્યો, રેડકોસ બ્લડ બેંકની ટીમ હાજર રહી નોંધપાત્ર સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...