તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડાના વાસણાખુર્દમાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા ભાસ્કર | આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જે સંદર્ભે ખેડાના વાસણાખુર્દમાં જે તે લાભાર્થીઓને આયુષ્યમાન ગોલ્ડ કાર્ડ વિતરણ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અગાઉ જુલાઈ માસમાં વાસણાખુર્દ ગામે જે તે લાગુ પડતા લાભાર્થીઓ માટે આયુષ્યમાન ગોલ્ડ કાર્ડ કાઢવાનો કેમ્પ પણ સતત બે દિવસ યોજાયો હતો. જેમાં 289 લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. આ આયુષ્યમાન ગોલ્ડ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં સરપંચ નિક્ષીતાબેન સુથાર, તલાટી ગૌતમભાઈ, આયુષ મિત્ર કેતનભાઈ, આરોગ્ય કર્મચારી કમલેશભાઈ વગેરેએ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...