તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇદે મિલાદ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં સમસ્ત મુસ્લીમ પરીવાર દ્વારા મીલાદે મુસ્તુફા(સ.અ.વ.)બાવળા નગર અને આસપાસના ગામોના મુસ્લીમ ભાઇ-બહેનોના સાથ સહકારથી ચાલુ વર્ષે બાવળા નગરમાં ઇદે મીલાદ શરીફના મુબારક મૌકા ઉપર એક શાનદાર જુલુસ(સરધસ) કાઢવામાં આવ્યુ હતુ. જેમાં બાવળા ટાવર બજારમાં આવેલ હઝરત પીરશહીદ સુલતાન મોહમ્મદશાહ(રહે.)ની દરગાહ શરીફમાં હુઝુર નૂરઆ’કા વમૌલ સલ્લલાહો અલયહેવસલ્લમના

મુએમુબારક(બાલમુબારક)ના દિદાર કરાવવામાં આવ્યા હતાં.ઇન્શાઅલ્લાહ’આ રૂહાની અને નુરાની મંઝરના મૌકા ઉપર પીરે તરીક્ત હઝરત સૈયદ હાજી દાદામિયાંકાદરી બાવા રૂપાલવાળા ખાસ હાજર રહ્યા હતા. ત્યારબાદ જુલુસ નીકવ્યું હતું.આ પ્રસંગમાં રૂપાલના પીરે તરીકત જનાબ ઈસ્માઈલ(બરોડાવાળા) અને પીરે તરીકત મૌલાના બાસીત અલી (રજોડા)ના સૈયદ બાબુભાઇ, જીવાપુરાના મૌલાના અબ્દુલરહીમ, બાવળા મસ્જીદના મૌલાના હાફિઝ,મુહમ્મદ યૂનુસ, ખતીબો ઇમામ જામા મસ્જિદ બાવળા નુરેમહંમદ સોસાયટીના મૌલાના,રાશમ મસ્જીદના મૌલાના,જુલુસમાં રહી મુસ્લીમસમાજને સાચી રાહ બતાવી હતી.બાવળા શહેર અને તાલુકાનાં જીવાપુરા, રૂપાલ,રાશમ, રજોડા, કોચરીયા, ચાચરવાડી , ાસણા, રામનગર ગામના રહીશો મોટી સંખ્યા જુલુસમાંં જોડાયા હતાં. આ જુલુસ બાવળા દરગાહથી નીકળી આ.કે.સર્કલ, સ્ટેશન રોડ, નુરમહંમદ,બાગે અમન, પારસમણી, શીવા-ભુલા હોલ, ધોળકા રોડ, પોલીસ સ્ટેશન, સંત આશ્રમ, ટાવર ચોક થઈ દરગાહ શરીફ પરત ફરી હતી. જેમાં દરેક સમાજના રહીશો, સર્વધર્મ એકતા સમીતી તરફથી પુષ્પ વર્ષા અને મૌલાના અને પીરે તરીકતોનુ કુલહારથી સ્વાગત કરીને મુસ્લીમોનું આઈસ્ક્રીમ, ચોકલેટ, લાડુ, મીઠાઇથી સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. તમામ ભાઈઓ-બહેનો માટે બાવળા સુન્નિ મુસ્લીમ કમીટી અને સમગ્ર મુસ્લીમ સમાજ તરફથી નીયાઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જુલુસ દરમ્યાન પી.આઇ.આર.જી.ખાંટ,પી.એસ.આઈ. બી.બી.વાધેલા તથા પોલીસ સ્ટાફ,હોમગાર્ડસ,જી.આર.ડી સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ધોળકા શહેરમાં રવિવારે સવારે હજરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.)ના જન્મદિન ઇદે મિલાદ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 કલાકે કાઝીટેકરા વિસ્તારમાંથી એક ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં 2 મિલાદ પાર્ટી તથા શણગારેલી પ્રસાદની ટ્રકો સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જૂની નગરપાલિકા પાસે ઝુલુશનું હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ઝુલુશ કમિટીના પ્રમુખ મૌલાના મોહંમદ યુસુફ દ્વારા અમદાવાદ જિલ્લા પોલીસ વડાનું સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન દસક્રોઇના પીરાણામાં પણ જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો જોડાયા હતા.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યા, ભાઇચારાના દર્શન થયા
બાવળા, ધોળકા અને પીરાણામાં ઇદે મિલાદે ભવ્ય જુલુશ નીકળ્યા હતા. તસવીર ભરતસિંહ ઝાલા, સમીર પટેલ, માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...