તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરામાં પૂનમને લઇ માના પ્રાગટ્ય દિવસની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોષી પુનમ જગત જનની મા જગદંબાનો પ્રાગટય દિને અંબે માતાજીના મંદિરોમાં હર્ષોલ્લાસ અને ભકિતભાવ પૂર્વક વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.પાદરા અંબાજી પરિવાર દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી.

જગત જનની માં જગદંબાનો પ્રાગટ્ય દિન, પોષી પૂનમ દિવસની દેશભરમાં તેમજ મોટા અંબાજી સહિતના અંબે માતાજીના મંદિરો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. પાદરાના પાણી ટાકી પાસે આવેલી અંબાજી મંદિર ખાતે અંબાજી પરિવાર દ્વારા દર વર્ષે પોષી પૂનમની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. આજે પણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પ્રભાત ફેરી અને બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં માતાજીના રથ અને ધજા સાથે માઇ ભક્તો મંદિરેથી વાજતે ગાજતે નીકળ્યાં હતા. શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. જેમાં‌ બોલ મારી અંબેના નાદ સાથે માઇભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. નગરમાં ફરીને યાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. જેમાં પરંપરાગત મંદિરના શિખર પર ધજા રોહન કરાયું હતું. સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો