તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરામાં સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આજથી છ એક માસ અગાઉ પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 24.5 લાખના ખર્ચે 32જેટલા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા એ હેતુથી મુકવામાં આવ્યા હતા કે નગર ચોરી સહિતના અન્ય ગુનાઓ ડામવામાં મદદરૂપ થાય. ગુનાઓની તપાસ ઝડપી લાવી શકાય તેમજ કોઈ આડેધડ કચરો ન ફેંકે તે હેતુથી શહેરા નગરના મુખ્ય માર્ગ અને વૈજનાથ ભાગોળ, અંધારી ભાગોળ, હોળી ચકલા, ગણેશ ચોક, પોલીસ મથક, બાયપાસ રોડ સહિતના વિસ્તારોમાં 32 જેટલા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. પરંતુ નગર પાલિકા દ્વારા રૂપિયા24.5 લાખના ખર્ચે મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.નગરમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા છેલ્લા અઢી માસ ઉપરાંતથી બંધ હાલતમાં પડેલ છે. સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે શહેરા પોલીસ દ્વારા તા.18જાન્યુઆરી2019 ના રોજ નગર પાલિકામાં સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે તે માટે લેખિતમાં અરજી મોકલવામાં આવી છે.છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી અને પાલિકા ઘોરનિંદ્રામાંથી પોઢી રહ્યું છે. કારણ કે શહેરા પોલીસ દ્વારા બે માસ ઉપરાંતથી સીસીટીવી કેમેરા ચાલું કરવા માટેની અરજી કરાઈ છે તેમ છતાં આજદિન સુધી કેમેરા બંધ હાલતમાં પડેલ છે. જેથી નગરમાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં સીસીટીવી કેમેરા ...અનુસંધાન પાના નં.2

કેટલાક સમયથી ઘણા કેમેરા બંધ છે
નગર પાલિકા શહેરા ધ્વારા સીસીટીવી કેમેરા બેસાડવા મા આવ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમય થી મોટા પ્રમાણ મા કેમેરા બંધ છે અને તેની જાણ લેખિતમા કરવામા આવી છે. પરંતુ કશું કાર્ય કરવામા આવ્યું નથી જેથી જે કેમેરા નાખવામા આવ્યા હતા તે બર નથી આવતો. એન એમ પ્રજાપતિ, પી .આઈ .શહેરા પોલીસ મથક

શહેરામાં સીસીટીવી કેમેરા હાલ શોભાના ગાંઠિયા સમાન દેખાય છે.તસવીર - શ્યામલ પટેલ

અન્ય સમાચારો પણ છે...