તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવાખલ ગામે વિદેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોરના સુરાશામળ ગામ પાસેથી પોલીસ વોચમાં ઉભી હતી. ત્યારે પોલીસને મળેલી બાતમી આધારે અવાખલ ગામ પાસેથી પોસઇ પાટણવાડીઆએ 17 બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

શિનોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરાશામળ ગામેથી રૂ.32 હજારનો ભારતીય બનવાટનો વિદેશીદારૂ સાથે બુટલેગરને ઝડપી પાડવાની શાહી સુકાઇ નથી. ત્યારે અવાખલ ગામે અચીસરા જવાના રસ્તે ઝુપડું બાંધીને રહેતા મુળ રહે.થાંદલા તા.જોબટ જી.અલીરાજપુરના અજય ઉર્ફે અન્ટયો છગનભાઇ વસાવા પોતાના ઝુંપડાની બહાર ખુલ્લી જગ્યામાં પડેલા ઘાસના ઢગલામાં વિદેશીદારૂના પ્લાસ્ટીકની 17 નંગ બોટલો કિ.રૂ.3400 સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસ ઝડપાયેલા બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અચીસરા જવાના રસ્તે ઝુપડું બાંધી દારૂ વેચતો શખ્સ ઝડપાયો.જગદીશ વાળંદ

અન્ય સમાચારો પણ છે...