તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડામાં CAAના સમર્થનમાં ભાજપ યુવા મોરચા દ્વારા હસ્તાક્ષર અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા ભાજપા યુવા મોરચા દ્વારા CAA- નાગરિકતા સંશોધન અધિનિયમ-2019 ના સમર્થન માટે 88662 88662 પર મિસ્કોલ અને જન જાગરણ માટે હસ્તાક્ષર અભિયાન તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને સમર્થન માટે પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સંખેડા ચાર રસ્તા પર બેનર પર લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. તેમજ સંખેડા ભાજપા યુવા મોરચા ના કાર્યકરો દ્વારા CAA અંગે સાચી માહિતી દ્વારા લોકોને જાગરણ થાય એ હેતુથી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના મંત્રી જયદિપ સિંહ રાઠોડ, ગુજરાત મધ્યઝોન પ્રભારી કૌશલભાઈ દવે, છોટા ઉદેપુર જિલ્લા યુવા ભાજપાના પ્રમુખ મુકેશભાઈ રાઠવા સાથે સંખેડા યુવા ભાજપાના નિરવભાઈ તડવી, દેવુસિંહ ભરવાડ સહિતના કાર્યકરો અભિયાનમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો