તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા CABનો વિરોધ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેબનો વિરોધ નોંધાવવા માટે બેનર સાથે ઉભા હતા.વિવેક રાવલ

ભાસ્કરન્યૂઝ છોટાઉદેપુર

છોટાઉદેપુર મુસ્લિમ સમાજ જમીયત ઉલમાં-એ હિન્દ દ્વારા લોકસભામાં પસાર થયેલા કેબના વિરોધ સાથે પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે બેનરો સાથે મૌન વિરોધ કરવામાં આવ્યો હતો.

મુસ્લિમ સમાજ છોટાઉદેપુર પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે એકત્રિત થયો હતો અને હાથમાં બેનરો રાખ્યા હતા. એક દેશ એક રાષ્ટ્ર એકતા અમારી માંગ તેવા સૂત્રો લખ્યા હતા ન્યાય અમારી માંગ છે. બંધારણ બચાવો ધાર્મિક ભેદભાવની નીતિ બંધ કરોના સૂત્રો સાથે લેખલા બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. મૌન વિરોધથી મુસ્લિમો કેહવા માંગતા હતા કે રાષ્ટ્રમાં જાતિવાદ ઉભો કરશો નહીં.

સૌને સંપીને રહેવા દો. આ એનઆરસી કાયદા અંગે નગરપાલિકા છોટાઉદેપુરના માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી આદમભાઇ સુતરી જણાવે છે કે દરેક સમાજ માટે લોકશાહીમાં કાયદો એક જ હોવો જરૂરી છે. જાતિઓના ભાગલા પાડવામાં આવશે. આંતરિક મતભેદો ઉભા થશે. જેથી કેબ રજૂ કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી. તેમ તેઓએ ફોન ઉપર જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...