તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડર-ડભોઇ પાલિકાના વિવાદમાં અક્ષર સોસાયટીના રહીશોનો મરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇના એસટી ડેપો સામેની અક્ષર ઉપવન સોસાયટીના બિલ્ડર દ્વારા પાલિકાના નિયમોનુસાર કોમન પ્લોટ છોડ્યો નથી. તો વળી હજુ સુધી મૂળ ખાતેદારના નામ પર જ જમીન હોય મકાન ગ્રાહકોના નામો ચઢતાં નથી. આ સોસાયટીમાં આશરે 120 ઉપરાંત મકાનો છે. સોસાયટીનું કામ પૂર્ણતાના આરે છે. 70 જેટલાં કુટુંબો તો છેલ્લા 3 વર્ષથી આસોસાયટીમાં રહેવા માટે આવી ગયાં છે. આ તમામ ગ્રાહકો દ્વારા બિલ્ડરને મકાનની કિંમત ઉપરાંત સોસાયટીની બીજી સુવિધાઓના રૂપિયાના પણ ચુકવી દીધુ છે. આજે આ રહીશોની હાલત કફોડી થઇ ગયેલી જોવા મળે છે. કારણ કે બિલ્ડર દ્વારા પાલિકાનાં નિયમોનુસાર કોમનપ્લોટ છોડ્યો નથી. જેથી પાલિકા જેતે સમયે આપેલી રજાચીઠ્ઠી રદ કરવાની વેતરણમાં લાગી ગઇ છે. આ રહીશોની પ્રાથમિકા સુવિધાઓ આજે પણ પાલિકા દ્વારા સચવાતી નથી. એટલું જ નહીં મૂળ જમીન માલિકના નામે જ આજે પણ જમીન બોલતી હોય મકાન ખરીદનાર મકાન માલિકે બિલ્ડરને રૂપિયાનું પુરેપૂરુ ચુકવણૂં કર્યુ હોવા છતાં ખરીદનાર માલિકના નામે મકાનો થતાં નથી. જેવી અનેક મુશ્કેલીઓનો સામનો આ રહીશો તો કર્યા જ કરે છે. ત્યારે હવે પાલિકા દ્વારા નવી ઉપાધી ઉભી કરી આ સોસાયટીનાં રહીશોના નળ-ગટરના કનેક્શનો કાપવાની નોટિસો ફટકારવાની વેતરણમાં હોય લાખો રૂપિયા ખર્ચવા છતાં એક તો મકાન નામ પર થતું નથી. છતાં પાલિકાએ આટલા દિવસ વેરા પણ લીધા હવે કનેક્શનો કાપવાની વાતો આવતા પ્રાથમિક સુવિધાઓ જ છીનવાઇ જાય તેમ હોય આ સોસાયટીના રહીશો હવે આંદોલનના મુડમાં આવી ગયાં છે. આજરોજ તમામ રહીશો મહીલાઓ સાથે મોટી સંખ્યામાં એકત્ર થઇને મૌન રેલી સ્વરૂપે ડભોઇ તાલુકા સેવાસદન ખાતે આવી ડભોઇ પ્રાંત અધિકારી હિમાંશુ પરીખને પોતાની માંગણીઓ દર્શાવતું એક આવેદન પત્ર સુપ્રત કર્યું છે. જેમાં જણાવેલી કેટલીક માંગણીઓમાં બિલ્ડર ભાઇલાલભાઇ બી પટેલ અને પાલિકા વચ્ચેનો વિવાદનો નિકાલ ન આવે ત્યાં સુધીપાણી, ગટર, વીજળી અને સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રાખવી તો વળી ઓપન પ્લોટનું દબાણ દૂર કરી આપવું, પાણીની સુવિધા નથી મળતી તે પૂર્ણ કરવી, ભાઇલાલભાઇને લીધે ભરેલ દંડ ઘરવેરો તથા નામ ફેરફાર કરી આપવાની અરજીમાં વસૂલ લીધેલા દંડ જેતે રહીશોને પરત મળે તેવી વ્યવસ્થા કરવી જેવી માંગણીઓ છે. જો તેમ છતાં આ માંગણીઓ પાલિકા નહીં આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની પણ મૌખિક ચીમકી આપવામાં આવી હતી.

ડભોઇની અક્ષર સોસાયટીના રહીશોએ મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.તસવીર હેમંત પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો