તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં ‌‌BSNLની મોબાઈલ, લેન્ડ લાઈન,ઇન્ટરેનેટ સેવા ઠપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકામાંં વહેલી સવારથી જ BSNLની મોબાઈલ સેવા, લેન્ડ લાઈન, ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ રહેતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.

વહેલી સવારથી જ ભારત સંચાર નિગમ લીમીટેડની તમામ પ્રકારની સુવિધાઓ બંધ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મોબાઈલ ટાવર ખોટકાતા મોબાઇલ ધારકોના રણકતા ફોન બંધ થઇ ગયા હતા. BSNL ના મોબાઇલ ધારકોને અન્ય નેટર્વકોની સેવાઓ લઇ પોતાની માંગ સંતોષવી પડી હતી.

BSNLની લેન્ડ લાઈન ફોન સેવા અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં જોતરાયેલા અધિકારીઓને પણ ટેલીફોનીક સેવા ઓ સાથેની ઇન્ટરનેટ સેવાઓ પણ ઠપ્પ રહેતા કામગીરી અટવાઇ પડી હતી. ફતેપુરા તાલુકામાં દિવસ દરમિયાન ભારત સંચાર નિગમ લીમીટેડ (‌BSNl)ની તમામ પ્રકારની સેવાઓ બંધ રહેતા લોકોને ઘણાં દિવસો બાદ આજ રોજ ફરીથી લાઇનો ખોટકાઇ જવાથી સ્થાનિક પ્રજાને કડવા અનુભવ સાથે ઉનાળાની ગરમીના આકરા તાપમાં મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...