તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાંથી BSNLના વાયરો કાપી જતા તસ્કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગર માં ઘણા ટેલિફોન તેમજ ઇન્ટરનેટ બંધ થયાની ફરિયાદો ઉઠતા ટેલિફોન કંપની દવારા તપાસ કરતા નગર ના કંજરી રોડ ચાર રસ્તા સર્વોદય સોસાયટી પાસે , ગાયત્રી સોસાયટી પાસે તેમજ બેંક ઓફ બરોડા નજીક ટેલિફોન ના થાંભલા ઉપર થી ટેલિફોન કેબલ કોઈ અજાણ્યા ચોર લોકો કાપી ગયા હોવાનું બહાર આવતા નગરના 150 ઉપરાંત ટેલિફોન રણકતા બંધ થઈ ગયા હતા . ટેલિફોન ખાતાના અધિકારી એ ટેલિફોન ના કેબલ અજાણ્યા ચોર લોકો કાપી ગયા હોવા અંગે ની લેખિત અરજી પોલીસ મથકે આપી હોવાનું બહાર આવ્યું હતું ,આજ નો સમય સેલફોનનો થઈ જતા ટેલિફોન ઘર ની એક શોભાના ગાંઠિયો બની ગયો છે તેમ છતાં ઘણા લોકો આજે પણ ટેલિફોન કનેકશન ધરાવે છે થોડા દિવસ થી કંજરી રોડ વડોદરા રોડ ઉપર ના ઘણા ટેલિફોન બંધ થઇ જતા લોકો એ ફરિયાદ કરતા આટલી મોટી સંખ્યામાં ટેલિફોન બંધ ની ફરિયાદો સાંભળતા તંત્રએ તપાસ કરતા ટેલિફોન કેબલ કાપી ગયા નું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...