Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચંદલામાં માંસ ખાવાના ઇરાદે ગાયની ઘાતકી હત્યા
ગરબાડા તાલુકાના ચંદલા ગામે ચાર યુવકોએ ભેગા મળીને રાત્રે ગાયની કતલ કરી હતી. જોકે,આ વખતે જ પોલીસ ધસી જતાં ચારેય ફરાર થઇ ગયા હતાં. આ અંગે ચારેય સામે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગરબાડા પીએસઆઇ પી.કે જાદવ સહિતનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીના આધારે ચંદલા ગામે હોળી ફળિયામાં એક ગાયની કતલ કરાઇ હોવાની બાતમી મળી હતી.તેના આધારે છાપો મારતાં ત્યાં હાજર ફતીયા જવા કટારા, બચુ રામચંદ કટારા, બરસિંગ રામચંદ કટારા અને કનુ ગુલા કટારા ફરાર થઇ ગયા હતાં. માસ ખાવાના ઇરાદે ગાયને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું. આ મામલે વેટેનરી ઓફિસરને ઘટના સ્થળે બોલાવી નમૂના લીધા બાદ ગાયના મૃતદેહની દફનવિધિ કરાઇ હતી. ગાયના કતલ અંગે પીએસઆઇ જાદવની ફરિયાદના આધારે ચારેય સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે છાપો મારતાં ચાર યુવકો ફરાર