બાવળા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-2019માં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવતાં બાવળા તાલુકાના રૂપાલ ગામનો વિદ્યાર્થી મુશાહીદ મુનિરૂદ્દીન ધોળકા કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થતાં તેણે રૂપાલ અને બાવળા પંથકના મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેણે ધોરણ 12 સાયન્સ-બી ગ્રુપમાં 99.05 PR અને ગુજકેટમાં 99.07 PR સાથે સફળતા હાંસલ કરી છે.તે સમગ્ર ધોળકામાં ટોપર રહ્યો છે અને ગુજકેટની પરીક્ષામાંં પણ કેન્દ્રમાં પ્રથમ આવ્યો છે. મુશાહીદે પોતાની આ સફળતા માટે દાદીની દુઆ અને માતા-પિતા, પરિવાર, શિક્ષકો અને મિત્રોના સાથ સહકારને આભારી છે.તેણે જણાવ્યું હતુંં કે નિશ્ચિત ધ્યેય અને સખત પરિશ્રમથી સફળતા જરૂર મળે જ છે. તે ડોક્ટર બની ગરીબોની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...