તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોલટેક્ષથી બચવા બોરસદ-ગંભીરા બાયમાસ માર્ગ ચાલકો માટે ફેવરિટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસદ અને કરજણ ટોલટેક્સમાંથી મુક્તિ માટે અપનાવશે બોરસદ થી ગંભીરા તરફનો માર્ગ જે છેલ્લા છ મહીનાથી ભારે વાહનો માટે વન વે જાહેર કરાયો છે. પરંતુ નાના વાહનોનો ઘસારો જોવા મળશે. ભરૂચથી બાયપાસ માટે જંબુસરથી મહુવડ ચોકડીએ થઈને ગંભીરાથી વાયા ભાદરણ રહીને વાસદ ચોકડી સુધીના માર્ગો પણ ટ્રાફિકથી ધમધમશે જોકે ગંભીરા થી વાસદ ચોકડી સુધી ભારે અકસ્માતને લઈ આણંદ કલેક્ટરના જાહેરનામા મુજબ આ માર્ગને ભારે વાહનો માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા તમામ ટોલ પ્લાઝા ખાતે ફરજિયાત ફાસ્ટ ટેગ આગામી 15 ડિસેમ્બરથી લાગુ કરવાનો હૂકમ કરી દેવાયો છે. ત્યારે દૈનિક હજારોથી વધુ વાહનોની અવર જવર નેશનલ હાઈવે ઉપર આવેલા ટોલ પ્લાઝા ખાતે પણ ફાસ્ટટેગની અમલવારી શરૂ થનાર છે.ત્યારે વાસદ અને કરજણ ટોલ બુથથી બચવા માટેનો બાયપાસ માર્ગ છે જે 107 કિલોમીટરનો છે જે વાસદ ચોકડીએથી વાયા ભાદરણ ગંભીરા અને જંબુસર રહી ભરૂચ નીકળે છે અને આ માર્ગ પર વાહનોને 19 કિલોમીટરના ફાયદા સાથે બે ટોલ બુથ કરજણ અને વાસદ ભરવાનો બચી જાય છે. જ્યારે વાસદ ચોકડીથી વાયા વાસદ નેશનલ હાઈવે રહીને જોવા જઈએ તો126 કિલોમીટરનું અંતર અને બે ટોલબૂથ આવે છે.

અન્ય સમાચારો પણ છે...