તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગર જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોના વાઇરસ અંગે સમગ્ર વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આર્યુવેદિક રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. ઉકાળા વિતરણ પ્રસંગે જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા સાવચેતીના અને રક્ષણાત્મક પગલાં લેવા આવશ્યક છે. ત્યારે આયુર્વેદિક ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વર્ધક અને સ્વસ્થ્ય માટે લાભપ્રદ છે. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, આ પ્રતિરોધક આર્યુવેદિક ઉકાળો જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદનના કર્મચારીઓ તેમજ કચેરી કામ અર્થે આવતા અરજદારોના આરોગ્ય માટે લાભકારક રહેશે. વધુમાં વધુ લોકોને આર્યુવેદિક ઉકાળાનો લાભ લેવા અપીલ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહે જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો અંગેની આયુષની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર આ વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા અરજદારોએ રોગ પ્રતિરોધક ઉકાળાનો લાભ લીધો હતો.

સાવચેતી અને રક્ષણાત્મક પગલાં લેવા આવશ્યક છે

ઉકાળો જડીબુટ્ટીઓના મિશ્રણથી તૈયાર કરવામાં અાવ્યો

આ ઉકાળામાં પથ્યાદિ ક્વાથ, દશમૂલ કવાથ અને ત્રિકટુ ચૂર્ણ સુંઠ, મરી અને લીંડીપીપર હોય છે. આ વાયરસની વૈશ્વિક મહામારીના પગલે મહિસાગર જિલ્લામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવા શુભ આશયથી આયુર્વેદિક જડીબુટ્ટીઓ ના મિશ્રણથી તૈયાર થતાં કાંઢા તરીકે ઓળખાતા આ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...