તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગોદરા પોલીસે બંધ બોડીની ટ્રકમાં સૌરાષ્ટ્ર તરફ લઇ જવાતો 3924 બોટલ દારૂ ઝડપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગોદરા પોલીસે બાતમીના આધારે બંધ બોડીનાં ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂની 3924 બોટલો સાથે 20,71,600 નો મુદામાલ જપ્ત કરીને ટ્રક ચાલકને ટ્રકનો પીછો કરીને બીજા દિવસે ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

બગોદરા ઉપરથી સૌરાષ્ટ્ર તરફ વિદેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં જાય છે. ત્યારે બહારનાં રાજ્યમાંથી જુદી જુદી તકનીકો અપનાવીને બુટલેગરો વિદેશી દારૂ સૌરાષ્ટ્ર તરફ લઈ જતાં હોવાથી રેન્જ આઇ.જી. એ.કે. જાડેજા અને જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારી દ્વારા અસામાજીક પ્રવૃતીઓને ડામી દેવા અને ગુજરાત રાજ્યમાં ચોરીછૂપીથી વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટેે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.આ સૂચનાને આધારે ધોળકા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંન્ડેયએ બગોદરા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.આ સૂચનાને આધારેે બગોદરા પી.એસ.આઇ. એમ.પી.ચોહાણ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિહ, જયદિપસિહ વગેેરે પોલીસ સ્ટાફ સાથેેે હાઇ-વે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે જ્યદીપસિહને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાર્સીંગની બંધ બોડીની ટાટા ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજકોટ તરફ જઈ રહ્યો છે.જે બાતમીનાં આધારે બગોદરા પોલીસ ટોલટેક્ષ પાસે આવેલી વે- વેઇટ હોટલની બહાર હાઈ-વે ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતાં.થોડીવારમાં બાતમી મુજબની ટ્રક નીકળતાં તેને ઉભી રાખવાા માટે ઇશારો કરતાંં ટ્રક ચાલકે ટ્રક ટ્રક ઉભી રાખી નહોતી અનેેેે ટ્રક જવા દીધી હતી જેથી પોલીસે ફીલ્મી ઢબેે પીછો કરીને મીઠાપુર ગામના પાટીયા પાસે ગાડીનેે આગળ કરીનેે ઉભી કરી દઈનેે ટ્રક ઉભી રખાવી ટ્રકમાં તપાસ કરતાં અંદર વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.આ પેટીઓ ખોલીને તપાસ કરતાં તેમાંથી વિવિધ કંપનીની 3924 બોટલો મળી આવી હતી.જેની કિમત 15,69,600 રૂપીયા ગણી તેને કબ્જે કરીને ટ્રક ચાલક રધુનથરામ ધર્મારામ રહેવાસી, રાજસ્થાનને ઝડપી લઇ તેની પાસેથી 2000 રૂપીયાનો મોબાઇલ, 5,00,000 રૂપીયાની ટ્રક મળી કુલ 20,71,600 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને ટ્રક ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દઈને માલ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં, કોને આપવાનો હતો તેની તપાસ પી.એસ.આઇ.ચોહાણે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો