બોડેલીની માય શાનેન સ્કૂલનો પદવીદાન સમારંભ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના અલીપુરા વિસ્તારની નવજીવન કેમ્પસમાં આવેલી માય શાનેન સ્કૂલમાં પદવીદાન સમારંભનું સૌ પ્રથમવાર જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.જી.વિભાગ તેમજ ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમનાં ૧૨૦ જેટલા બાળકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ૧૭ જેટલા બાળકોએ ટચૂકડી સ્પીચ આપી હતી. સાથે ગીતો પર અભિનય નૃત્ય કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરતી ગોસાઈ, જિનિયસ પબ્લિક સ્કૂલના ‌સંખેડા તથા શાળાના મેનેજીંગ ડાયરેકટર ધર્મેશભાઈ પટેલ , ટ્રસ્ટી લોકેન્દ્રસિંહ વાંસદિયા , નારણસિંહ વાંસદિયા , સંજયસિંહ રાજપરમાર , મેહુલભાઈ પટેલ (ટ્રસ્ટી એમ.પી.સી. દેસાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, ડભોઈ) ઉપસ્થિત રહયા હતા. બાળકોને કાળો કોટ તથા કાળી ટોપી પહેરાવી પદવીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તસવીર - વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...