તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરસના બેનર હેઠળ બોડેલીની શેફાયર સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી | વડોદરાનું પ્રખ્યાત શૈક્ષણિક જે સી ગ્રુપ સંચાલિત શેફાયર પબ્લિક સ્કૂલનો નવરસનાં બેનર હેઠળ વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં બાળકોએ રંગબેરંગી પોશાકોમાં વિવિધ ડાન્સ કૃતિઓ રજૂ કરીને સૌ કોઈને દંગ કરી દીધા હતા.વર્ષ દરમ્યાન બાળકોએ મેળવેલી સિદ્ધિઓ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બોડેલી સ્વામિનારાયણ મંદિરના પુ.અચલમુનિ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.

ચલાલી ગામે આશાપુરા માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણી
કાલોલ | કાલોલના ચલાલી ગામે આશાપુરા માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણીને અનુલક્ષીને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્ય યજમાનમાં દિલીપસિંહ છત્રસિંહ ચૌહાણના પરિવારે પૂજાનો લાભ લીધો હતો. સવારથી જ મંદિરના પટાંગણમાં મુખ્ય આચાર્ય ભુદેવ લાલભાઇ જોષી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ દર્શન તથા મહા પ્રસાદીનો લાભ લીધો હતો.

ડભોઇ તાલુકાના સેગુવાડા ખાતે હઝરત કાલુપીર દાદાની દરગાહ એ ત્રણ દિવસ ઉર્સ ની ઉજવણી
ડભોઇ | ડભોઇ તાલુકાના સેગુવાડા ગામે કોમી એકતાનુ પ્રતીક અને હિન્દુ મુસ્લીમ એકતાનુ મહાન આસ્થા સ્થાન હઝરત કાલુપીર દાદાની દરગાહ ખાતે ત્રણ દિવસનો ઉર્સ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામા આવી જેમા શાનદાર કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ડભોઇ તાલુકાના સેગુવાડા ગામે હિન્દુ મુસ્લીમ એકતાનુ મહાન આસ્થા સ્થાન હજરત કાલુપીર દાદા, હજરતમીરા દાતાર (છીલ્લા મુબારક) હઝરત લાલશાહબાઝ કલંદરના આવેલ મઝાર શરીફ ના ઉર્સ નિમિત્તે મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યા હતા દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

દેવગઢ બારિયામાં સિંધી ભગતાણી સમાજ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં યોજાઇ
દેવગઢ બારિયા નગરમાં હિંગળાજ મંદિર ખાતેથી ચૈત્રી નોમના દિવસે સિંધી ભગતાણી સમાજ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાએ નગરનું પરિભ્રમણ કર્યું હતું.

કાલોલ નગરમાં સૌપ્રથમ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
કાલોલ | કાલોલ નગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રામજી ભગવાનને રામજી મંદિર થી પાલખીમાં પધરામણી કરી માં લક્ષ્મીચોક પાસે શોભાયાત્રાનો પ્રસ્થાન કરી નગરની કયા બજાર નગરપાલિકા સડક બજાર ગોધરા હાઈવે થઈ નવાપુરાથી પુ:ન લક્ષ્મીચોક પૂર્ણાહુતી કરવામાં આવી હતી. કાલોલ નગર સહિત આસપાસના સેવાભાવી મંડળો રામરોટી સેવા મંડળ,ભાથીજીમંદીર ક્ષત્રીય યુવક મંડળ, વેપારી એસોસીએશન સેવા મંડળ, દ્વારા પાણી નાસ્તા અને ઠંડા છાસની વ્યવસ્થા અલગ-અલગ મંડળ દ્વારા કરવામાં આવી હતી.શ્રી રામનવમી શોભાયાત્રામાં રામજી મંદિર કંણજરી ના ભક્ત રામશરમદાસજી મહારાજ દ્વારા ભગવાન શ્રીરામના જન્મદિનનિમિત્તે શોભાયાત્રા નીકળતા ભક્તોનો ઉત્સાહ વધી ગયો હતો.

વરધરીમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની ઉજવણી
વરધરી | સંસ્કાર સેવા સમાજ મંડળના સહયોગથી વરધરી મુકામે ડૉ.બાબા સાહેબ આંબેડકરની128મી જન્મ જયંતિની ઉજવણી આંબેડકર ચોક વરધરી ખાતે કરવામાં આવી. સર્વોદય સેવા સંઘ પાંડવાના પ્રમુખશ જીતુભાઈ માયાવંશી ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો તથા વડીલો, યુવાનો, બીએસએસ ગ્રુપના સભ્યો, માતાઓ, બહેનો, બાળકો તથા અન્ય સમાજના માણસો પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત આલાપ કલા વૃંદના દ્વારા ભીમ વંદના કરી કરવામાં આવી હતી.

ભુતવડ પ્રા. શાળાની ડાયટ લાઇઝને મુલાકાત લઇ બાળકોનું મુલ્યાંકન
દાહોદ. ગરબાડા તાલુકાની ભુતવડ પ્રા.શાળાની ધો.1 થી 5ના બાળકોને વર્ષાંતે લેવાતી પરીક્ષા સંદર્ભે ધો.2ના બાળકોની પરીક્ષાના બાહ્ય મુલ્યાંકનકાર બી.આર.પી. પટેલ અને સોલંકીએ બાળકોની કસોટી લીધી હતી. ડાયર લાઇઝન ઓફીસર ફતેસિંહ ગણાવાએ શાળાના ધો.1,2,3,4,5ના બાળકોને વાંચન, લેખન, અને ગણન સંદર્ભે તમામ બાળકોને ચકાસ્યા હતા. તેમણે શાળાના મ.ભ.યો. તથા સ્વચ્છતા અને શાળાના ઓરડા, મેદાન, કોટ, વિગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ શાળાને પડતી મુશ્કેલીઓ આચાર્ય કિરણસિંહ ચાવડાએ તેમને રજુ કરી હતી. શાળામાં હાલમાં બે વર્ગખંડ છે. જેમાં 137 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જે તેમણે પ્રત્યક્ષ નિહાળ્યું હતું. ડાયટ લાઇઝન દ્વારા તેમનાથી બનતી તમામ મદદ કરવા સમંતી આપી હતી. શાળાનું શૈક્ષણિકકાર્યથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગોધરામાં તિરગર યુવા સંગઠન દ્વારા રામનવમીની ધામધુમથી ઉજવણી કરાઇ
ગોધરા તિરગર યુવા સંગઠન દ્વારા રામનવમીની ધામધુમથી ઉજવણી કરવમા આવી હતી. ભજન કીર્તન આરતિ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું..

અન્ય સમાચારો પણ છે...